Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જિલ્લા પંચાયતમાં ૩II વર્ષ બાદ નિમણૂક

શાસક પક્ષના નેતા પદે વિનુભાઇ ધડુકઃ દંડક નાનજીભાઇ ડોડિયા

રાજકોટ તા. ૧૯ :.. જિલ્લા પંચાયતમાં શાસક કોંગ્રેસ પક્ષે કાર્યકાળ પૂરો થવાના દોઢ વર્ષ બાકી હોવાનો ટાણે પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરી છે. પ્રદેશના આદેશ મુજબ કોંગ્રેસના નેતા તરીકે સાણથલી (જસદણ)ના સભ્ય વિનુભાઇ ધડુક (મો. ૯૯રપર પ૦ર૭પ) ની નિમણુક કરવામાં આવી છે. આજની સામાન્ય સભામાં ૪ર પૈકી સૌથી વધુ ૩૦ થી વધુ પ્રશ્નો તેમણે પૂછયા છે. પક્ષના દંડક તરીકે કોઠારીયા (ટંકારા) ના સભ્ય નાનજીભાઇ ડોડીયા (મો. નં. ૯૮રપ૬ ર૦૦૭ર) ને જવાબદારી સોંપવામાં આવી છે.

(11:41 am IST)