Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ઓકિસજન સપ્લાયમાં ઉદ્યોગોને બદલે કોરોના દર્દીઓને પ્રાથમિકતા આપો : મગનભાઇ પટેલ

ઓલ ઇન્ડિયા એમ.એસ.એમ.ઇ. ફેડરેશન દ્વારા સરકારને વિસ્તૃત પત્ર

રાજકોટ, તા. ૧૯ : ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ શ્રી મગનભાઈ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોનાં મહામારીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજનની અછતના કારણે કોરોના દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે જયારે બીજા અનેક દર્દીઓ જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. દેશ અને રાજ્યોમાં ઓકિસજનની અછતને લીધે પરિસ્થિતિ ગંભીર છે. કોરોના મહામારીનો બીજો તબક્કો હજુ વધુ ઘાતક સાબિત ના થાય માટે નવા ઓકિસજન પ્લાન્ટ શરુ કરી ઓકિસજનની અછત નિવારવા અને કોરોનાના દર્દીઓને બચાવવા તાકીદે પગલાં ભરવા ફેડરેશનની માંગણી છે. પરિસ્થિીતમાં ફેડરેશનનું મહત્વનું સૂચન કોરોના દર્દીઓ માટે ઓકિસજન ઉત્પાદન આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે શરૂ કરવા બાબતે છે જે હોસ્પિટલ  માટે ઓકિસજન જરૂરી હોય તેમના માટે ઓકિસજનનો વપરાશ કરતા ઉદ્યોગ એકમોએ પોતાના ઉત્પાદનો માટે  ૧૫ થી ૨૦ દિવસ માટે ઓકિસજનનો વપરાશ બંધ રાખી હોસ્પિટલો તેમજ ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને ઓકિસજનનો સપ્લાય મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ઓલ ઇન્ડિયા એમએસએમઇ ફેડરેશન અને તેના સહયોગી એસોસિએશન, સભ્યો કે જેઓ જુદા જુદા વિસ્તારમાં ઓકિસજન ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓને ટેલીફોનીક મિટીંગક રીને જણાવવામાં આવ્યું છે કે ઓકિસજનની જરૂર હોસ્પીટલોમાં તેમજ ઘરે પ્રાઇવેટ સારવારમાં મળી રહે તે માટે જયાં સુધી ઓકિસજનની બીજી વ્યવસ્થાના થાય ત્યાં સુધી ઉદ્યોગને જયાં ઇમરજન્સી વપરાશ હોય તેટલો જ વપરાશ કરવા માટે વિનંતી કરી છે.

ઓકિસજનની અછત અંગે ઓલ ઇન્ડિયા એમએસએમઇ ફેડેરશન એક પત્ર દ્વારા કેન્દ્ર અને રાજય સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

હોસ્પિટલો દ્વારા ક્ષમતા પ્રમાણે ઓકિસજન પ્લાન્ટ ૧૦૦, ૧પ૦, ર૦૦, રપ૦ ઘન મીટર પ્રતિ કલાક મુજબના સ્થાપિત કરી શકાય છે. આ પ્લાન્ટ ઓછામાં ઓછા ૧૦૦૦ ચોરસ ફૂટની જગ્યામાં કરી શકાય છે., જેનો ખર્ચ રૂ. ૪૦ લાખ થાય છે. તેમ મગનભાઇ પટેલ (મો. ૯૮રપ૦ ૧૬૧૭૮) એ યાદીના અંતમાં જણાવેલ છે.

(4:07 pm IST)