Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કોંગ્રેસના કોર્પોરેટરોએ માસ્ક પર ભાજપ શાસન વિરોધી સુત્રો લખી બોર્ડમાં વિરોધ કર્યો

રાજકોટ મહાનગર પાલીકાનું આજે જનરલ બોર્ડ યોજાયું ત્યારે વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના ૪ કોર્પોરેટરે પહેરેલા માસ્ક પર શાસક વિરોધી લખાણ લખવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, મોદી સાહેબ રાજકોટના નેતાઓને પુછો કોરોના સમયે કયા હતા? જનરલ બોર્ડમાં પ્રજાના અગત્યના પ્રશ્નોની જ ચર્ચા કરવી અને લોકો પાસેથી એકત્ર કરવામાં આવેલ દંડ પાર્ટી ફંડમાં ઉપયોગ ન કરવો તેમજ કોરોના મૃત્યુના સાંચા આંકડા આપો વગેરે સુત્રોનું લખાણ હતું જે તસ્વીરમાં દર્શાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:13 pm IST)