Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

આજી GIDC એસો.એ ૧૩૦૦ જેટલા વેપારી કારખાનેદારને પરવાનગી અપાવીઃ માન્યો સૌનો આભાર

ટીમવર્કથી જે કામ થયુ તેનું સૌને પરિણામ મળ્યુ

રાજકોટ, તા.૧૯: કોવિદ-૧૯ છેલ્લા બે માસથી પ્રવર્તમાન પરિસ્થિતિમાં માનનીય કલેકટરશ્રીએ છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના ૧૧ એસોસિએશનને જે તે એરિયામાં આવતા ઇન્ડસ્ટ્રીઝને તા.૧૪-પ-૨૦૨૦થી પરવાનગી આપવા સતા આપેલ, જે સંદર્ભે આજી જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનને અંદાજે ૧૩૦૦ વેપારી કારખાનેદારને પરવાનગી અપાવેલ, આ દરમિયાન દરેક વેપારી ઉદ્યોગકારોએ એસોસીએશનને ખુબ જ સાથ સહકાર આપેલ તે બદલ એસોસીએશનના પ્રમુખ શ્રી જીવનલાલ પટેલ, સેક્રેટરીશ્રી રાજેશભાઇ તંત્રી તથા દરેક કારોબારી સ્ટાફ મેમ્બર્સ સહુનો હૃદયથી આભાર માનીએ છીએ.દરમિયાન આ અભિયાનમાં જી.આઇ.ડી.સી.ના રીજીઓનલ મેનેજર શ્રી ઠક્કર સાહેબ, આસી.મેનેજરશ્રી કિરણ કચોટ સાહેબ તેમજ શ્રી દર્શન ઠક્કર સાહેબે ખડેપગે રહી આ અભિયાનમાં યોગદાન આપેલ, જે બદલ આજી એસોસીએશનના પ્રમુખશ્રી, સેક્રેટરીશ્રી તેમજ સ્ટાફ મેમ્બર્સને આભારી છીએ. કલેકટરશ્રીની સુચના અનુસાર આજી જી.આઇ.ડી.સીફ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ૩૫૦ મેમ્બર્સ તેમજ આસપાસના વેપારીઓ ઉદ્યોગકારો આશરે ૯૫૦ને કોઇપણ જાતના ચાર્જ વિના મેમ્બર્સ હોઇ જે નોન મેમ્બર્સ હોય દરેકને પૂરો સાથ સહકાર એસોસીએશનને અથાગ મહેનત કરી આપેલ છે. અને દરેકને ફેકટરી શરૂ કરવાની પરવાનગી અપાયેલ છે.હાલમાં કાર્યરત એવા રાજકોટ શહેરના ૩ ચેમ્બર ઓફ કોમર્સ અને અનેક નાના મોટા એસોસીએશન સાથે મળી જે ટીમ વર્કથી કામ કરેલ તેનું પરિણામ આપની સામે છે. ભવિષ્યમાં અમો આશા રાખીએ છીએ કે દરેકે આ પ્રકારના સાથ સહકારથી સાથે મળી કામ કરીશું.ટીમ વર્કથી જે કામ થયું તેનું પરિણામ આપણી સામે છે. આજી જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પોલીસ ડીપાર્ટમેન્ટ, આરોગ્ય  ડીપાર્ટમેન્ટ મીડિયા કર્મચારીઓનો તેમજ સરકાર તરફથી સંકળાયેલ દરેક ટીમનો આજી જી.આઇ.ડી.સી. ઇન્ડ. એસોસીએશન હૃદયપૂર્વક આભાર માને છે.

(4:28 pm IST)