Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

નેક મૂલ્યાંકન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો માર્ગ ખુલ્યો : IIQA આખરે સ્વીકાર્યો

રાજકોટ તા. ૧૯ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સમયસર નેક મુલ્યાંકન માટે અરજી ન કરતા એ-ગ્રેડ છીનવાયો હતો. પરંતુ ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેક મુલ્યાંકન માટેના દ્વાર ખુલ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નેક સમક્ષ રજૂ કરેલ ઇન્ટરનલ ઇન્સ્ટીટયુટ કવોલીટી એસ્યોરન્સ IIQA સ્વીકારાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આખરે નેક મુલ્યાંકન માટે પ્રથમ ચરણ સર કર્યુ છે. ઙ્ગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ફાર્મસી ભવનમાં ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડીયાની મંજુરી વગર ચાલતા બે કોર્ષ સામે નેકે વાંધો ઉઠાવ્યો હતો તાજેતરમાં તેનું ઇન્સ્પેકશન બાદ મંજુરી મળતા IQAC એ દરખાસ્ત કરી હતી.

(4:09 pm IST)