Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રેલનગર ના અવધ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન તાકીદે ઉકેલોઃ આંદોલનની ચિમકી

આ વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનનું કામ તાત્કાલીક પૂર્ણ કરવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની રજુઆત

રાજકોટ તા.૧૯: શહેરના વોર્ડનં ૩ના વિકસતા વિસ્તાર એવા રેલનગરમાં આવેલ અવધ સોસા. માં છેલ્લા એક વર્ષથી લોકો પાણીના પ્રશ્ને ખુબ જ હાડમારી અનુભવી રહયા છે. આ કાળઝાળ ગરમી નાં દિવસોમાં લોકોને પુરતું પીવાનું પાણી કે જરૂરીયાત મુજબનું મળવા પાત્ર પાણી તંત્રવાહકો ઉપલબ્ધ કરાવી શકતા નથી. આ પ્રશ્ને જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. તેમ કોર્પોરેટરની યાદીમાં જણાવાયું છે.

આ અંગે પુર્વ વિપક્ષી નેતા અને વોર્ડનં.ઙ્ગ૩ના કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું છેકે, પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ગોકળ ગતિએ શરૂ થઇ જે આજે મહિનાઓ વિતવા છતા પૂર્ણ થયેલ નથી. અને સમગ્ર વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનની કામગીરી તેમજ હાઉસ કનેકશન આપવાની કામગીરીમાં તંત્રની બેદરકારી અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ અને જવાબદારીની ફેકા-ફેકીના કારણે કામગીરી ટલ્લે ચડી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

આ વિસ્તારને તાકીદે ટેન્કરથી પાણી આપવા માટે અને હાલ જે જરૂરીયાત મુજબનું પાણી આપવું જોઇએ તે તાકીદે પુરૂ પાડવા રજુઆત કરવા છતાં અનેક વખત રજુઆતો કરવા છતા પણ અડધો ટેન્કર પાણી ફાળવવામાં આવતુ નથી.

તાકીદે આ પ્રશ્ન ઉકેલવામાં નહી આવે તો લોકોને સાથે રાખી આંદોલન ની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.(૧.૨૩)

 

(3:55 pm IST)