Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

નાડોદાનગર અને ભગવતીપરામાં પાંચ અને ચાર વર્ષના બે બાળકો દાઝયા

આરૂષ અને રિધ્ધી ગરમ પાણીના તપેલા પર પડતાં દાઝયા

રાજકોટ તા. ૧૯: કોઠારીયા રોડ હુડકો ચોકડી પાછળ નાડોદાનગર-૭મા રહેતો આરૂષ રામવીરભાઇ પટેલ (ઉ.૫) રમતાં-રમતાં ગરમ પાણી ભરેલા તપેલામાં પડી જતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

બીજા બનાવમાં ભગવતીપરા-૨માં રહેતી રિધ્ધી કાનજીભાઇ થારૂકીયા (ઉ.૪) રમતાં-રમતાં ગરમ પાણી ભરેલી તપેલી પર પડતાં પાણી ઉડતાં દાઝી જતાં સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

 

(2:43 pm IST)