Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રાજકોટ લોકસભાઃ જનરલ ઓબ્‍ઝર્વર ભવાનીસિંઘ દેથા રાજકોટમાં: ફલાઇંગ સ્‍કવોર્ડ-ઝોનલ ટીમનું ચેકીંગ કર્યુ

ઓન લાઇન ટ્રેક કરી ટીમ કયાં છે... ગઇકાલે અને આજે શું કર્યુ તેની વિગતો પૂછી

રાજકોટ :.. રાજકોટ લોકસભા બેઠક અંગે ચૂંટણી પંચે નિમેલા જનરલ ઓબ્‍ઝર્વર શ્રી ભવાનીસિંઘ દેથા રાજકોટ આવી પહોંચ્‍યા છે, આજે કલેકટરને મળ્‍યા બાદ તેઓ સીધા ત્રીજા માળે કલેકટરના ફલાઇંગ સ્‍કવોર્ડ-ઝોન ટીમના કન્‍ટ્રોલ રૂમમાં પહોંચી ગયા હતાં. અને ટીમોનું ચેકીંગ કર્યા બાદ કઇ ટીમ હાલ કયાં રાઉન્‍ડ મારી રહી છે. તેનું ઓનલાઇન ટ્રેક કરતા ઉપસ્‍થિત કલેકટરના અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો, ઓબ્‍ઝર્વર શ્રી દેથાએ સ્‍કવોડના કોઇ મીષાી નામના અધિકારી સાથે સ્‍પીકર ફોનમાં વાત કરી ગઇકાલે અને આજે શું કર્યુ કેટલા રાઉન્‍ડ તેમના વિસ્‍તારમાં માર્યા, પોલીસનો સ્‍ટાફ સાથે છે કે નહી તે અંગેની તમામ વિગતો પુછી હતી. લોકલ સ્‍ટાફ શ્રી દેથાના ચેકીંગથી અવાચક બની ગયો હતો

(3:55 pm IST)