Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

શનિવારે ‘‘રાગ શ્રવણ-રોગ નિવારણ'' કાર્યક્રમ

શાષાીય રાગો પર આધારિત સુમધુર યાદગાર ફિલ્‍મી ગીતોનો મનભાવન કાર્યક્રમ :રાગોનો પરિચય અને એ રાગ કથા રોગ પર અસર કરે છે તેની માહિતી કિરીટ રાજપરા આપશે : સુરશ્રી સાંસ્‍કૃતિક ચેરીટેબલ ટ્રસ્‍ટનું આયોજન

રાજકોટ, તા. સુરશ્રી સાંસ્‍કૃતિક ચેરીટેબલ ટ્રસ્‍ટ, રાજકોટ દ્વારા રાજકોટમાં સર્વ પ્રથમ વખત એક નોખા-અનોખા વિશિષ્‍ટ કાર્યક્રમ, શાષાીય રાગો પર આધારિત સુમધુર, યાદગાર હિન્‍દી ફિલ્‍મી ગીતોના કાર્યક્રમ ‘‘રાગ શ્રવણ-રોગ નિવારણ'' એટલે કે કયો રાગ સાંભળવાથી કયા રોગ પર કાબુ મેળવી શકાય છે તેની માહિતી સાથે મનોરંજક કાર્યક્રમનું આયોજન તા. ર૦ ના શનિવારે રાત્રે ૮-૩૦ કલાકે પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં રાગોનો પરિચય અને એ રાગ કયા રોગ પર અસર કરે છે તેની માહિતી, માર્ગદર્શન સંગીત ગુરૂશ્રી કિરીટભાઇ રાજપરા આપશે તેમજ રાગોની બંદિશનું ગાન સુર સંગીતાલય, રાજકોટના સંગીતકાર શ્રી કમલ રાજપરા અને વિદ્યાર્થીનીશ્રી યશવી પારેખ અને શ્રી પારૂલબેન જોશી કરશે.

આ કાર્યક્રમમાં રાજકોટના ગાયકો શ્રી શ્રીકાંત નાયર શ્રી ઘનશ્‍યામભાઇ રાવલ, જામખંભાળિયાના વોઇલસ ઓફ રફીશ્રી જલ્‍પેશ માંકડ, પોરબંદરની કોકિલ કંઠી ગાયિકા શ્રી વિશ્રાંતિ જોશી, સા રે ગ મ ના લિટલ ચેમ્‍પના ફાઇનાલીસ્‍ટ પોરબંદરના શ્રી અમન સાગઠીયા પોતાના સુરીલા, મખમલી કંઠે શાષાીય રાગ આધારિત ફિલ્‍મી ગીતોની સુરમયી પ્રસ્‍તુતતિ કરશે. એમને ઓકેસ્‍ટ્રામાં સંગત આપશે, રાજકોટના મ્‍યુઝિકલ મેલોઝ ના શ્રી રાજુ ત્રિવેદી, શ્રી ભાર્ગવ જાની, શ્રી મહેશ ઢાકેચા અને શ્રી ફિરો શેખ. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન શ્રી જયંતભાઇ જોશી કરશે.

આ કાર્યક્રમમાં રાધિકા જવેલર્સ ના શ્રી અશોકભાઇ ઝીંઝવાડિયા શિલ્‍પા લાઇફ સ્‍ટાઇલના શ્રી પ્રભુદાસભાઇ પારેખ, બુલિયન મર્ચન્‍ટ શ્રી પંકજભાઇ લોઢીયા, શ્રી ભાયાભાઇ સાહોલીયા, શ્રી વસંતભાઇ માંગરોળીયા, ડો. ડોબરીયા, ડો. રમેશભાઇ કાછડીયા, ડો. પ્રકાશભાઇ મોઢા, ડો. સુધીરભાઇ રાખોલીયા, ડો. હર્ષિતભાઇ રાણપરા, શ્રી નીતિનભાઇ નથવાણી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી કમલભાઇ ધામી ઉપસ્‍થિતિ રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કિરીટભાઇ રાજપરા (મો. ૯રર૭૬ ર૬પ૯૦), શ્રી સંજયભાઇ રેહી, શ્રી દીપકભાઇ વ્‍યાસ, શ્રી મેહુલ ભગત, શ્રી અમિતભાઇ રૂપારેલિયા, શ્રી પરેશભાઇ જનાણી, શ્રી રાજુભાઇ કવા, શ્રી રાજેન્‍દ્રભાઇ ઝીંઝુવાડિયા, શ્રી ચંદુભાઇ પાટડીયા, શ્રી દિપેશભાઇ પાટડીયા, શ્રી હાર્દિકભાઇ ખેરડીયા, શ્રી રાજુભાઇ ફીચડીયા, શ્રી અશ્વિનગીરી ગોસ્‍વામી, શ્રી ધરવ ઝીંઝુવાડિયા, શ્રી કલ્‍પેશ માંડલિયા અને અન્‍ય સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:47 pm IST)