Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પરેશ ધાનાણીએ ફોર્મ ભરતા પહેલા વિવિધ સ્‍થળોએ મસ્‍તક ઝુકાવ્‍યુ

રાજકોટઃ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ  ધાનાણીએ આજે વાજતે-ગાજતે ફોર્મ ભર્યુ હતું. ફોર્મ ભરતા પુર્વે પરેશભાઇએ મંદીર ખાતે દર્શન કર્યા હતા. ત્‍યાર બાદ કબા ગાંધીના ડેલા ખાતે પૂ. ગાંધીજી  તથા પૂ. કસ્‍તુરબાને સુતરની આંટી પહેરાવી આશીર્વાદ લીધા હતા. કબા ગાંધીના ડેલા ખાતે પરેશભાઇને એક કિન્નરે જીતના આશીર્વાદ આપ્‍યા હતા. તે તસ્‍વીરમાં નજરે પડે છે. અંતિમ તસ્‍વીરમાં હોસ્‍પીટલ ચોક ખાતે બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર વંદના કરી હતી. આ મુલાકાત દરમ્‍યાન કોંગ્રેસ પ્રવકતા નીદત બારોટ, ધરમ કાંબલીયા, સુરેશ બથવાર સાથે રહયા હતા. તે વખતની તસ્‍વીરમાં દ્રશ્‍યમાન થાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(11:12 am IST)