Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રાપરના ગુન્હામાં વોન્ટેડ રાજકોટના રાજુ ગજ્જરની મિલ્કતો જપ્ત કરવા હુકમ

પોકસો હેઠળ સગીરના અપહરણનો ગુન્હો નોંધાયા બાદ પોલીસ રાજુને શોધી રહી છે

રાજકોટ, તા., ૧૯: પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લાના રાપર પોલીસ મથકના ગુન્હામાં  વોન્ટેડ રાજકોટના શખ્સની મિલ્કતો જપ્ત કરવા કોર્ટ દ્વારા હુકમ કરાયો છે.

રાપર પોલીસ મથકના ફર્સ્ટ ગુ. ર.નં.૭૬/૨૦૧૮ આઇપીસી  કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ૧૮ મુજબનો બનાવમાં આરોપી રાજુ ઉર્ફ રાજ નારણભાઇ ગજ્જર (રહે. તીર્થ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧ર૦૧, બીવીંગ (નાગેશ્વર) જામનગર રોડ, માધાપર રાજકોટ) નાસતો ફરતો હોય  ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી વિરૂધ્ધ સીઆરપીસી કલમ ૮ર-૮૩ મુજબ કાર્યવાહી કરવા હુકમ થઇ આવતા અધિક સેસન્સ જજ અને સ્પેશ્યલ જજ પોકસો કોર્ટ અંજાર-કચ્છ દ્વારા ઉકત આરોપીની સ્થાવર અને જંગમ મિલ્કતો જપ્તી લેવાનો હુકમ કરાયો છે.  આરોપી રાજુ ઉર્ફે રાજ ગજ્જરની ઇશ્વરીયાના સર્વે નંબર ર૦ પી, ફલેટ નં. ૩૦૧ વીંગ-બી, પ્લોટ નં. ૧/૪ સિધ્ધી ૬ તથા આરોપીની કાર જપ્તીમાં લેવા હુકમ કરાયો છે.

(4:09 pm IST)