Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

તારે વહેલું ઉઠવું પડશે, ઇમીટેશનનું કામ કરવું પડશે કહી હિરલ રાબડીયાને સાસરિયાનો ત્રાસ

પ્રેમ લગ્ન કરનાર પટેલ યુવતીએ પતિ-સાસરીયાના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લીધુ હતું: પતિ મીલન, સાસુ દયાબેન, સસરા કાંતિ, નણંદ રિંકલ, જેઠ સંજય પીપળીયા સામે ગુનો

રાજકોટ તા ૧૯ :  મોરબી રોડ પર શકિત પાર્કમાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને ' તારે વહેલું ઉઠવુ પડશે' ઇમીટેશનનું કામ કરવું પડશે' તેમ કહી પતિ, સાસુ, સસરા, નણંદ અને જેઠ શારીરીક માનસીક ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી  વિગતમુજબ કોઠારીયા રોડ પર ઋષીપ્રસાદ સોસાયટીમાં માવતરના ઘરે રહેતી હીરલ મીલન રાબડીયા (ઉ.વ.૨૦) એે મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં મોરબી રોડ શકિત પાર્ક શેરી નં.૧૪ માં રહેતો પતિ મીલન રાબડીયા, સાસુ દયાબેન રાબડીયા, સસરા કાંતી નાનજીભાઇ રાબડીયા અને મવડી પ્લોટ ક્રિષ્ના પાર્કમાં રહેતો ફઇજીનો દીકરો સંજય નથુભાઇ પીપળીયા ના નામ આપ્યા છે. ફરીયાદમા ં હીરલ રાબડીયાએ જણાવ્યું છે કે પોતે છેલ્લા બે  માસથી માવતરના ઘર ેરહે છે, પોતે નવ મહીના પહેલા મીલન કાંતીભાઇ રાબડીયા સાથે પ્રેમ સંબધ હોઇ તેથી બંનેએ  કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. લગ્નબાદ પોતે પતિ સાથે ભીચરીમાં માસીજીના જમાઇના ઘરે પંદર દિવસ રોકાયા બાદ રાજકોટ મોરબી રોડ પર શકિત પાર્કમાં બંને સાસુ, સસરા અને નણંદ સાથે સંયુકત કુટુંબમાં રહેતી હતી. સાસરિયાઓ એ પોતાને દોઢ માસ સારી રીતે રાખ્યાબાદ સાસુ, સસરા અને નણંદ વહેલી ઉઠવા બાબતે અને ઇમીટેશનનું કામ કરવા બાબતે મેંણા ટોંણા મારી ત્રાસ આપતા હતા, પોતે રૂમમાં હોઇ ત્યાર ે સસરા રૂમમાં આવતા હોઇ, તે બાબતે પોતે પતિને વાત કરતા પતિએ સસરાને કાંઇ કહેલ નહીં જેથી પોતે સાસુને વાત કરતા સાસુએ પોતાને ગાળો આપવા લાગ્યા હતા, અને નણંદ રીંકલે '' મારા પપ્પાતો તારા રૂમમાં આવશે જ'' તેમ કહી ગાળો આપી, અને તારા માવતરીયા અમારા ઘરે આવવા ન જોઇએ તેમજ નાની નાની બાબતેમેંણા ટોંણા મારી ત્રાસ આપતા, પોતે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોતે ખાનગી હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે મવડી પ્લોટ ક્રિષ્ના પાર્કમાં  રહેતા ફઇજીનો દીકરો સંજય નથુભાઇ પીપળીયાએ '' તે  જો કોઇના નામ લખાવ્યા છે  તો તને અથવા તારા માવતરના ઘરના કોઇને  મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોતે મહીલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. એન.સી. ડાંગરે તપાસ આદરી છે.

(4:09 pm IST)