Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

વોર્ડ નં.૧૭માં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ

રાજકોટ લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી લલિતભાઈ કગથરાના પ્રચાર અર્થે સહકાર રોડ ઉપર વોર્ડ નં.૧૭ કોંગ્રેસ મધ્યસ્થનું કાર્યાલય ઉધ્ઘાટન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરના હસ્તે રીબીન કાપી કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રદેશ આગેવાન દિનેશભાઈ ચોવટિયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, વોર્ડ પ્રમુખ દર્શન ગરનામી, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, મહામંત્રી પ્રહલાદસિંહ ઝાલા, કોંગ્રેસ આગેવાન શૈલેશભાઈ રૂપાપરા, સતુભા જાડેજા, ભાવેશ પટેલ, વિમલ મુંગરા, મુકેશભાઈ ડાભી, પરસોતમભાઈ સગપરીયા, કૈલાસભાઈ કાકડિયા, યોગેશભાઈ વ્યાસ, વિમલ મુંગરા, બાબુભાઈ સાવલિયા, કૌશિકભાઈ દેવમુરારી, અશ્વિનભાઈ ઘડિયા, હસુભાઈ વૈષ્ણવ, મહેન્દ્રસિંહ જાડેજા, નિર્મલાબેન પરમાર, સહીતના કાર્યકરો  ઉપસ્થિત રહ્યા હતા.

(4:05 pm IST)