Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સંસ્કારના સમર કેમ્પ ના હોય, એ તો માવજતથી ઉગે-ડો.જયેશ વાછાણી

કલબ યુવી વુમન્સ વિગ દ્વારા 'હેપી ફેમીલી હેપી લાઇફ' થીમ પર યોજાયો પેરેન્ટીંગ વર્કશોપ

રાજકોટઃ રામનવમીની પૂર્વ સંધ્યાએ આત્મીય ઓડિટોરિયમમાં કલબ યુવી વુમન્સ વિંગ દ્વારા 'હેપી ફેમિલી હેપી લાઇફ'ના થીમ પર 'પરવરીશએ જ પરિણામ' વિષય પર લેખક વકતા શિક્ષણવિદ્દ ડો .જયેશ વાછાણી અને યુવા કથાકાર કુ.દિપાલી પટેલના પ્રવચનનું આયોજન કરેલું આ તકે ડો. જયેશ વાછાણીનું કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, વાઇસ ચેરમેન સ્મિતભાઇ કનેરીયા અને મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્રભાઇ ફળદુએ સન્માન કરેલું, જયારે કુ.દિપાલી પટેલનું સોનલબેન ઉકાણી અને જોલીબેન ફળદુએ સ્વાગત સન્માન કરેલું ડો.જયેશ વાછાણીએ પોતાના પ્રવચનમાં સંતાન પ્રત્યેની માતાપિતાની જવાબદારી વિશે રસાળ શૈલીમાં વાતો કરેલી. પ્રો.જયેશ વાછાણીએ સંતાનના ઉછેરમાં જરૂરી બાબતો સમય, સંવાદ, સમજણ, સંસ્કાર અને શિસ્ત વિષે પોતાના અનુભવો, દાખલાઓ, ઉદાહરણો અને સંદર્ભે વડે બખુબી સમજાવેલી સંતાન ઉછેરની પરિવારની હાલની વિચારધારા તરફ અરીસો ધરી જરૂરી વિચારધારા કેળવવા મજેદાર માર્ગદર્શન આપેલું. કુ.દિપાલી પટેલે આજની પરિવારની ફાસ્ટ અને મોર્ડન લાઇફને સામે ધરી સંતાનોની થતી અવગણના પ્રત્યે શ્રોતાઓનું ધ્યાન દોરેલું તેમને ભણતરના માકર્સને બદલે ટેલેન્ટ પર વધુ ધ્યાન દેવા અનુરોધ કરેલો. કલ્બ યુવીના મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્ર ફળદુએ પ્રસંગોચિત પ્રવચનમાં બંને વકતાઓનો આભાર વ્યકત કરી વુમન્સ વિગને આવા ઉમદા આયોજન અને વિચારલક્ષી કાર્યક્રમ આપવા બદલ અભિનંદન પાઠવેલા. મહેન્દ્રભાઇએ વુમન્સ વિગને આવા જ અનેરા મનોમંથન કરાવતા કાર્યક્રમોનું આયોજન કરતા રહેવા પ્રોત્સાહન આપેલું સમગ્ર આયોજનને સફળ બનાવવા કલબ યુવી વુમન્સ વિગની કોર કમીટીએ જોલીબેન ફળદુના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવેલી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિરીશા પટેલે કરેલું.

(3:56 pm IST)