Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ગોંડલ રોડ (વે.) સ્થા.જૈન સંઘમાં પ્રભુ જન્મની ઝાંખી

રાજકોટઃ શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘ,પારેખ ઉપાશ્રય ખાતે ચૈત્ર માસની આયંબિલ ની ઓળી અથે બિરાજમાન પુજય સુનિતાબાઈ મહાસતીજી, પુજય શ્રેતાંશીબાઈ મહાસતીજી ની પાવન નિશ્રામાં આયંબિલ તપની આરાધના જપ તપ આરાધના ચાલી રહેલ છે. તા.૧૭ ને બુધવારે શ્રમણ ભગવાન જન્મ કલ્યાણક ની ઉજવણીમાં પ્રભુજી નો જન્મ હર્ષભેર ઉજવવામાં આવેલ. માતા ત્રિશલાદેવીને  આવેલ ૧૪ સ્વપ્ન ને શણગાર કરી તેમજ પ્રભુ જન્મની અદ્બુત ઝાંખી ની આર્ટ ગેલેરી ઉપાશ્રયના નીચેના સ્વ રમણિકભાઈ વેલજીભાઈ શેઠ ઓડીટરીયમાં તેયાર કરવામાં આવેલ છે. જૈન-જૈનેતર ને નિહાળવા નો લાભ મળી શકે તે હેતુસર ર્ંતા.૧૮ગુરૂવાર થી તા ૨૦  શનિવાર સુધી સવારે ૯ થી ૧૨ ખુલ્લુ રાખવામાં આવશે. તા.૧૮ થી ૨૦ રોજ રાત્રે પ્રતિક્રમણ બાદ નવગ્રહ જાપનું આયોજન કરવામાં આવ્યું છે. સકલ સંઘના દરેક સભ્યો, વિશાળ ભકતજનો ને આર્ટ ગેલેરી નિહાળવા ભાવભીનું આમંત્રણ છે. શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘ,પારેખ ઉપાશ્રય ના રજત જયંતિ વર્ષના રૂડા વધામણાનો મંગલમય પ્રસંગ હાલ ઉજવાઈ રહેલ છે. સમગ્ર આયોજનમાં યુવા ટીમ ના મેમ્બર મેહુલ એમ રવાણી,મનીષભાઈ પારેખ, દિવ્યેશભાઈ મહેતા,ભવ્ય પારેખ, ઉત્સવ પારેખ, ધુવીલ ગાંધી, રોનક કામદાર,કલ્પેશ દફતરી, કલ્પેશ વખારીયા, પારસ વખારીયા, હેમલ કોઠારી, પિયાશ વખારીયા,દેવાંશ દફતરી જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:55 pm IST)