Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

'ક્રેડાઈ'ની શનિવારે એન્યુઅલ જનરલ મીટીંગ

બિલ્ડરોની આ સંસ્થાની મીટીંગ પરેશભાઈ ગજેરાની આગેવાનીમાં મળશે

રાજકોટ, તા. ૧૯ : 'ક્રેડાઈ'ના ગુજરાતના ૩૨ શહેરોના સભ્યો છે. આગામી સમયમાં ૫૦ સભ્યોના ટાર્ગેટ બનાવવાનો છે. મોરબી, અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાવનગરને વધુ સક્રિય કરવાના પ્રયત્નો રહેશે. આ શબ્દો છે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના ઉપપ્રમુખ શ્રી ધ્રુવિક પટેલ, સેક્રેટરી શ્રી સુજીતભાઈ ઉદાણી અને ખજાનચી શ્રી જીતુભાઈ કોઠારીના.

રાજકોટની બિલ્ડર ક્ષેત્રેની અગ્રીમ કક્ષાની સંસ્થા ક્રેડાઈ આર.બી.એ. (રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન) દ્વારા આગામી તા.૨૧ના શનિવારે સાંજે ૬ કલાકે કલાસીક પાર્ટી પ્લોટ, રાજકોટ ખાતે એ.જી. એમ. (એન્યુઅલ જનરલ મીટીંગ)નું શાનદાર આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના નામાંકિત બિલ્ડરો ઉપસ્થિત રહેશે.

સાથે સાથે ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરાની આગેવાનીમાં ક્રેડાઈ ગુજરાતના સભ્યોની બોર્ડ મીટીંગનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી નામાંકિત બિલ્ડરો આવતીકાલે ૨૦મીના પહોંચી જવાના છે. તેઓ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, જામનગર તથા ભાવનગરના બિલ્ડરોનો મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ માટે કટીબદ્ધ બનશે અને ત્યાંની સંસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરાશે. તદ્દઉપરાંત મોરબી અને અમરેલીના બિલ્ડરોને સાથે રાખી ચેપ્ટરની સ્થાપના કરી વધુને વધુ મજબૂત બનાવવા કાર્ય કરશે. શનિવારે તા.૨૧ના રોજ કલાસીક પાર્ટી પ્લોટ ખાતે હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા પોતાના અનોખા અંદાજથી બિલ્ડરો અને મહેમાનો હાસ્યરસમાં તરબોળ કરશે. તો સાથે સાથે નામાંકિત મ્યુઝીકલ બેન્ડ સાથે નામાંકિત કલાકારો નવા - જૂના ગીતોની એક યાદગાર સફર કરાવશે.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના આગેવાનો સર્વેશ્રી ધ્રુવિક પટેલ, સુજીતભાઈ ઉદાણી, જીતુભાઈ કોઠારી નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૭.૧૨)

(4:31 pm IST)