Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

શ્રીરંજની આર્ટસ પ્રસ્તુત 'પવનને પગલે ચાલી તુ'નૃત્ય નાટિકા સંપન્ન

રાજકોટ : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત જીલ્લા કક્ષા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત રાજકોટની શ્રેષ્ઠ કલાસંસ્થા 'શ્રીરંજન આર્ટસ'ની નૃત્ય નાટિકા 'પવનને પગલે ચાલી તું' મોરબીના મંચ પર પણ પોતાના કલા-ડગની છાપ છોડવામાં સફળ રહી હતી. પોણા બે કલાકની આ નૃત્ય નાટિકા નિહાળતા પ્રેક્ષકો ભાવવિભોર થઈ ગયા હતા. નાટિકાના મંચન બાદ અમુક દર્શકોએ પોતાના અનુભવો વ્યકત કર્યા હતા.

મોરબી-શનાળા રોડ પર શાંતિ વિદ્યાલય પાસે રજૂ થયેલ આ નાટિકામાં સ્વર જુગ્તા દવે અને ભારતી દવે, જ્યારે પ્રકાશ આયોજન વિમલ નિમ્બાર્ક, અશોક લુંગાતરે મંચસજ્જા કરી, નિર્માણ, નૃત્ય અને સંગીત સંકલન નીપા દવે, ધ્વસ્ન મુદ્રણ નિલકંઠ ઓડિયો આર્ટ તથા આ નૃત્ય નાટિકાનું લેખન અને દિગ્દર્શન ધર્મેન્દ્ર પંડ્યા દ્વારા થયેલ. અમીત દવે, શ્રીધર મહેતા, ગૌતમ દવે, જયદિપ લુદાત્રા, ડેનિશ પંજવાણી, પરી પાટડીયા, ફોરમ ભિંડોરા, જયકિશન લુદાત્રા, ધ્વનિ ત્રિવેદી, હાર્દિક હરસોરા, સત્યજીત વ્યાસ, ભાવિકા ભટ્ટ અને શુભમ્ ભટ્ટ જેવા ૨૦ જેટલા કલાકારોએ પૂરાણી ઘટનાને લોકકલા દ્વારા તદૃશ કરી, દર્શકોને નૃત્ય-નાટ્યથી રસતરબોળ કરેલ હતા. (૨૪.૪)

(4:24 pm IST)