Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મરચાના પાવડરમાં ભેળસેળ કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ-છુટકારો

રાજકોટ તા. ૧૯ : અત્રેના ફુડ ઇન્સ્પેકટર દ્વારા અહીના યુનિ.રોડ ઉપર આવેલ અવધ ડાઇનીંગ હોઇમાંથી મરચાનો નમુનો ભેળસેળ વાળો હોવાનું માલુમ પડતા તેમજ આ મરચાનો પાવડર માણાવદરની રઘુવીર ગૃહ ઉદ્યોગમાંથી ખરીદવાનું ખુલતા આ અંગે માણાવદરની ફેકટરીવાળા પરેશ અઢીયા  નવિન રમેશભાઇ અઢીયા અને અવધ ડાઇનીંગ હોલવાળા રાજેશભાઇની વિરૂધ્ધનો મરચાના પાવડરમાં રંગની ભેળસેળ કરવા અંગેનો કેસ ચાલી જતા અદાલતે નિર્દોષ ઠરાવી તે છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત જોતા એવી છેકે આ કેસ રાજકોટ આર.એમ.સી. કોર્ટના જજ શ્રી દ્વિવેદીની કોર્ટમાં માણાવદર મુકામેની મરચા પાવડરની ફેકટરીના માલીક તથા રાજકોટના વિક્રેતા એમ કુલ મળીને ૩ આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં કેસ ચાલી જતા મરચા પાવડરમાં કલર મિક્ષીંગ કરેલ હોય તે બાબતનો રાજકોટના ફુડ ઇન્સ્પેકટરશ્રીએ ખુદ ફરીયાદી બની કેસ કરેલ હતો.

આ ત્રણેય આરોપીને રાજકોટની કોર્ટે કેસ ચલાવી તા.૧૭-૪-ર૦૧૮ ના રોજ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે જેમાં સદરહું આરોપીનો મરચા પાવડરનો નમુનો નાપાસ કરવામાં આવેલ. તે નમુનો વડોદરા મુકામે એફ.એસ.એલ.માં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવેલ અને તેમજ ફરીયાદ પક્ષના સાક્ષી તથા ફરીયાદીના નિયમ લેવામાં આવેલ. આ તમામ પ્રોસેસમાંથી રાજકોટની અદાલતે ઉપરોકત ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કરેલ છે તેવું નામ.કોર્ટની માહીતીમાથી જાણવા મળેલ છે. આ કેસમાં આરોપી વતી વિદ્વાન ધારાશાસ્ત્રી પંકજ એમ.જોષી (જુનાગઢ)વાળા રોકાયેલ હતા.(૬. ર૦)

(4:15 pm IST)