Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

૮૦ ફૂટ રોડ પર મોબાઇલના શોરૂમમાં ભીષણ આગઃ લાખોનું નુકસાન

આગમાં ટેબલ, એસી, ટીવી, મોબાઇલ તથા મોબાઇલ ઇલેકટ્રીક વાયરીંગ, પીઓપી, સહિતના માલ સામાન બળીગયો

રાજકોટ તા.૧૯ : ૮૦ ફૂટ રોડ પર આવેલ રીવરવ્‍યુ કોમ્‍પ્‍લેકસમાં આવેલા રામદેવ મોબાઇલના શો રૂમમાં એકાએક આગ લાગી હતી. બનાવ બનતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. બાદ કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્‍ટાફ એક ફાયર ફાયટર સાથે સ્‍થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ શો રૂમની અંદરના ભાગે લાગી હતી. આગમાં ટેબલ, પીઓપી, એસી, ટીવી, મોબાઇલની એસેસરીઝ સળગી ગયા હતા. બનાવની જાણ થતાં શો રૂમના માલીક જયભાઇ રાવલ દોડી આવ્‍યા હતા. આગ કયા કારણોસર લાગી  તે અંગેનું કારણ જાણવા એફ.એસ.એલ.ની મદદ સાથે તપાસ થઇ રહી છે. આગમાં અંદાજે લાખોનું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્‍યું છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(5:05 pm IST)