Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

અર્બન સીટીથી આદિવાસી ગામો સુધી કટકીબાજો વિરૂદ્ધ એસીબી દ્વારા અદભુત જાગળતિ અભિયાન

ધાર્મિક, સામાજિક મેળાઓમાં એસીબી હેલ્‍પ લાઇન નંબર,સરકારી યોજનામાં વચેટિયા લાંચ માગી તો તુરંત ફરિયાદ કરવા માર્ગદર્શન : લોકોની અવરજવરવાળા બસ સ્‍ટેશન, રેલવે, ચા, પાનનાં ગલ્લા, દુકાનો પર પત્રિકા :વિતરણ, ઇન્‍ચાર્જ એસીબી વડા શમશેર સિંઘ દ્વારા એક ઐતિહાસિક પ્રયોગ

રાજકોટ તા.૧૯:  લાંચ રૂશ્વત વિરોધી વિભાગનો ચાર્જ ભૂતકાળમાં આ સ્‍થાન પર યશસ્‍વી કામગીરી બજાવી ચૂકેલા સિનિયર આઈપીએસ અને પ્રજાલક્ષી કામગીરી જેની પ્રાથમિકતા રહી છે,તેવા ઈન્‍ચાર્જ એસીબી વડા શમશેરસિંઘ દ્વારા તેમને સુપ્રત થયેલ કામગીરી સંતોષજનક છે કે કેમ? એ બાબતે અભ્‍યાસ કરી જે  કાર્યવાહી કરવી જોઇએ તે કરવા સાથે આખા સ્‍ટાફને મેસેજ આપી દીધો અને તંત્ર દોડતું થવા માંડ્‍યું. લોકોનો સહકાર ખૂબ જરૂરી હોવા સાથે ગુજરાતના અર્બન વિસ્‍તારથી ગ્રામ્‍ય વિસ્‍તાર સુધી નાનામાં નાના લોકોમાં જાગળતિ આવે અને નાની રકમની લાંચ માંગનારને એસીબી છોડશે નહિ તેઓ વિશ્વાસ બેસાડવા વિવિધ હેલ્‍પ નંબર જાહેર કરી તેનો વ્‍યાપક પ્રચાર કર્યો, આમ છતાં આ આઇપીએસને આટલેથી સંતોષ ન હોવાથી જૂનાગઢનાં ભવનાથ મેળા, સહિત ગ્રામ્‍ય વિસ્‍તારના ખૂબ જાણીતા ધાર્મિક અને સામાજિક મેળાઓમાં એસીબી હેલ્‍પ લાઇન સાથે લંચિયાઓ સામે નાનામાં નાની રકમ નાના માણસ માટે ખૂબ મોટી હોવાથી તેમનામાં વિશ્વાસ બેસાડી જાગળતિ લાવવા અને એસીબી સુધી ફરિયાદ માટે આવે તે માટે વિવિધ ધાર્મિક સામાજિક મેળાઓમાં એસીબી હેલ્‍પ લાઇન નંબર સહિતની માહિતીની પત્રિકાઓ વિતરણ કરી, રૂબરૂ કેવી રીતે રજૂઆત કરી શકાય, ફોન નંબર અપાયા અને સ્‍ટાફને પણ આ ફરિયાદી ઈશ્વર છે તે રીતે તેની સાથે ખૂબ સારો વર્તાવ કરી સલાહ આપી, આ પ્રચાર લોકોની અવર જવરવાળા બસ સ્‍ટેશન પણ આવરી લેવાયા, આમ આ પ્રચાર અર્બન વિસ્‍તારથી આદીવાસી વિસ્‍તારના ગામડાઓ સુધી કરાયો, રાજ્‍ય અને કેન્‍દ્રની ખૂબ સરસ યોજનામાં ભ્રષ્‍ટ સ્‍ટાફ કે અફસર મોઢું નાખે તેનાથી ખોટો છાપ ઊભી ન થાય તે પણ વિશેષ ધ્‍યાન આપી લોકોને વિશેષ યોજના અંગે માર્ગદર્શન પણ અપાય રહ્યું છે.

(4:07 pm IST)