Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

હાર્ડવેરના વેપારીઓ સાથે થઇ રહેલ છેતરપીંડી સામે અવાજ ઉઠાવાશે : કાલે રાજકોટમાં મહાસંમેલન

ગુજરાત હાર્ડવેર ગ્રુપ એસો.ના પાંચ હજારથી વધુ સભ્‍યો હાર્ડવેર મેન્‍યુફેકચર વેપારીઓ અનેક મુદ્દે કરશે ચર્ચા : પરસોતમભાઇ રૂપાલાનું અભિવાદન

રાજકોટ : હાર્ડવેર ગ્રુપ એસોસીએશન ગુજરાત દ્વારા આવતીકાલે તા. ૨૦ના મહાસંમેલન યોજાયેલ છે. જેમાં હાર્ડવેરના ઉત્‍પાદકો સાથે થઇ રહેલ છેતરપીંડી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોતમભાઇ રૂપાલાનું અભિવાદન કરવામાં આવશે.

હાર્ડવેર ગ્રુપ એસોસીએશન ગુજરાતના આગેવાનોએ જણાવેલ કે, અમારી સંસ્‍થામાં રાજકોટ, અમદાવાદ, સુરેન્‍દ્રનગર, જામનગરના એમ કુલ પાંચ હજારથી વધુ સભ્‍યો છે. ફલોરન્‍સ પાર્ટી લોન્‍સ (ઇવેન્‍ટ પાર્ટી પ્‍લોટ સામે, ભાવનગર રોડ, આજી નદી મહિકા ગામ રોડ, મહિકા - રાજકોટ ખાતે તા. ૨૦ના બુધવારે સાંજે ૬ વાગ્‍યાથી આયોજીત મહાસંમેલનમાં (૧) હાર્ડવેર વેપારી ભાઇઓ સાથે છેતરપીંડી સામે અવાજ ઉઠાવવા (ર) સોફટવેર લોન્‍ચીંગ (૩) ગુજરાતી વેપારીઓને એક દિશા તરફ લઇ જવા (૪) ટૂંક સમયમાં એટલે કે ત્રણ મહિનાની કમિટિ મેમ્‍બરની મહામહેનતની માહિતી (પ) ફ્રોડ કેવી રીતે રોકવુ તે બાબતે ચર્ચા (૬) એમએસએમઇ વિશે જાણકારી (૭) જીએસટીના મુદ્દાઓની ચર્ચા. આમ, ઉકત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.

આ પ્રસંગે પરસોતમભાઇ રૂપાલાનો અભિવાદન સમારોહ યોજાયેલ છે. આ કાર્યક્રમમાં શ્રી ખીમજીભાઇ કરમણભાઇ રાઠોડ (એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ), પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના ઉપસ્‍થિત રહેશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે એસોસીએશનના આગેવાનો સર્વશ્રી ભાવેશ જોશી, હાર્દિક ચોવટીયા, ભીખાભાઇ જીલરીયા, ચિરાગ પટેલ નજરે પડે છે. વધુ વિગત માટે મો. ૭૮૭૮૨ ૦૧૨૧૮ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(4:06 pm IST)