Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

૨૧મી માર્ચે વિશ્વ કવિતા દિવસની ઉજવણીઃ વિદ્યાર્થીઓ, શિક્ષકોનું કાવ્‍યપઠન

મીનુ'ઝ મહેફિલ, એલટાઇ રાજકોટ સેન્‍ટ્રલ ચેપ્‍ટર અને સ્‍વામિનારાયણ ગુરૂકુળ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ

રાજકોટ,તા.૧૯: વર્તમાન સમયમાં મોબાઇલ અને ટેકનોલોજીના યુગમાં, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નગરજનો વાંચન તરફ પ્રેરાય તે માટે તા. ૨૧ માર્ચના રોજ વર્લ્‍ડ પોએટ્રી ડેના ઉપલક્ષ્યમાં મીનુ'ઝ મહેફિલ અને સ્‍વામિનારાયણ ગુરૂકુળ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ઇંગ્‍લીશ લેંગ્‍વેજ ટીચર્સ એસોસિઅશેન ઓફ ઇન્‍ડિયા-એલટાઇ, રાજકોટ સેન્‍ટ્રલ ચેપ્‍ટરનો સહયોગ સાંપડયો છે.

આ કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળી વિવિધ કવિતાઓનું પઠન કરશે. ઢેબર રોડ સ્‍વામિનારાયણ ગુરૂકુળ ખાતે ૨૧મીના ગુરૂવારે સાંજે ૬ વાગ્‍યે આ કાર્યક્રમ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે મીનુ'ઝ મહેફિલની આ આઠમી સિઝન છે. આ પહેલા યોજાયેલી સાત સીઝનને બહોળો પ્રતિસાદ મળ્‍યો છે. આ કાર્યક્રમમાં સાહિત્‍યમાં રસ ધરાવતા સૌ કોઇ ઉપસ્‍થિત રહી શકશે. કાર્યક્રમના રેડિયો પાર્ટનર રેડિયો રાજકોટ ૮૯.૬નો સહયોગ મળેલ છે. વધુ વિગત માટે મીનું જસદણવાલાનો ૯૨૨૮૧ ૯૧૯૧૯ સંપર્ક કરવો.

કાર્યક્રમની સફળતા માટે મીનુ જસદણવાલા, ડો.વિશાલ વરિયા, તૈયબ કપાસી, ચેતન પાઠક, બ્રિજ યાજ્ઞિક, કેતન પીઠડીયા, શ્રીકાંત તન્‍ના, ધર્મેશ દવે, હાર્દિક મજીઠીયા, જહેમત ઉઠાવી રહ્યા છે. એમ પ્રવક્‍તા મનીષ પારેખની અખબાર યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:02 pm IST)