Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

G-20 સમિટ "રાષ્ટ્રીય યુવા ઉત્સવ"માં પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓને માહિતી વિભાગના પ્રકાશનો વિશે જાણકારી અપાઈ

રાજકોટ:શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ (SLTIET) ખાતે નેહરૂ યુવા કેન્દ્ર રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત G-20  સમિટના યજમાનપદની ઉજવણી અંતર્ગત Y-20ના આયોજન સાથે રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં ૨૫૦થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. આ યુવા ઉત્સવમાં ગુજરાત સરકારની પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના કર્મચારીઓ દ્વારા માહિતી કેન્દ્રની કામગીરી અંતર્ગત ગુજરાત પાક્ષિક સહિતના વિવિધ માહિતીપ્રદ સાહિત્ય અંગે માહિતી આપીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે ‘‘ગુજરાત’’ પાક્ષિક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માખૂબ જ ઉપયોગી છે. તેમજ નાગરિકો માટે લોકભોગ્ય પ્રકાશન છે. માહિતી વિભાગ દ્વારા ગુજરાત પાક્ષિક, ગુજરાત રોજગાર સમાચાર અને અંગ્રેજીમાં પ્રસિધ્ધ થતું 'ધ ગુજરાત' ત્રિમાસિક જેવા પ્રકાશનો પ્રસિધ્ધ કરવામાં આવે છે.

(1:10 am IST)