Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ધુળેટીએ ''ગમતાનો કરીએ ગુલાલ''

સમસ્ત શ્રીગૌડ બ્રાહ્મણ સમાજ - રાજકોટ દ્વારા ગુરૂવારે કાર્યક્રમ : રાજુભાઇ ભટ્ટ, નિરૂબેન દવે સહિત સાથી કલાકારો દ્વારા ગીત-સંગીતની રમઝટ સાથે અદ્ભુત પારીવારીક સાહિત્ય રસ પીરસશેઃ નિઃશુલ્ક આયોજન

 રાજકોટઃ આગામી તા.૨૧  ગુરૂવારનાં રોજ રાત્રે ૮ કલાકે સમસ્ત શ્રીગૌડબ્રાહ્મણ સમાજ રાજકોટ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણીના ભાગ રૂપે ''ગમતાનો કરીએ ગુલાલ'' કાર્યક્રમનું  આયોજન રાજકોટના શ્રી પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે કરવામાં આવ્યું છે. આ  કાર્યક્રમમાં કર્ણપ્રિય ગીત-સંગીત સાથે ભારતીય નારી તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં અદભુત સંસ્કૃતિ સાહિત્ય અને સંસ્કાર પીરસતા  લોકપ્રિય ગાયક અને સાહિત્યકાર રાજુભાઇ ભટ્ટ, નીરૂબેન દવે અને સાથી કલાકારો દ્વારા કાર્યક્રમ રજુ કરવામાં આવશે.

આ નિઃશુલ્ક કાર્યક્રમમાં સંગીત  અને સંસ્કૃતિ પ્રેમી સમાજ સર્વે પરિવારજનોને   ચારેય તડગોળની સંયુકત સંસ્થા સમસ્ત શ્રીગૌડ બ્રાહ્મણ સમાજ રાજકોટ દ્વારા નિમંત્રણ અપાયું છે.

કાર્યક્રમના આયોજનમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ રાજકોટનાં પ્રમુખ શૈલેષભાઈ જાની, ઉપપ્રમુખ શૈલેષભાઈ દવે,  મહામંત્રી દિપકભાઈ ભટ્ટ , સહમંત્રીઓ ભાવેશભાઈ જોષી, મૌલિકભાઈ ભટ્ટ કોષાધ્યક્ષ ચેતનભાઈ મીડિયા ઇન્ચાર્જ અતુલભાઈ જોષી અને મોહિતભાઈ ભટ્ટ સાથે ચારેય તળગોળનાં પ્રમુખો સર્વશ્રી મહેશભાઈ જોષી, યશવંતભાઈ શુકલ, શિરીષભાઈ ભટ્ટ, શૈલેષભાઈ દવે અને સમસ્ત કારોબારી સભ્યો તથા કમિટી મેમ્બરો જહેમત ઉઠાવેલ છે.  તાજેતરમાં શ્રીગૌડ બ્રાહ્મણોનાં ચાર તળગોળનું એકત્રીકરણ કરી સમસ્ત બ્રાહ્મણ સમાજ રાજકોટની રચના કરવામાં આવી હોવાનુ જણાવાયુ હતુ.

તસ્વીરમાં સંસ્થાના મંત્રી દિપકભાઇ ભટ્ટ, (મો.૮૭૮૦૩૬૩૭૮૨) મિતેષભાઇ ત્રિવેદી, અજયભાઇ જોષી, ઉમેશભાઇ જાની, ગીરીશભાઇ જાની, મુકેશભાઇ જોષી, ભાવેશભાઇ જોષી અને યશવંતભાઇ શુકલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:10 pm IST)