Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

તેરા વૈભવ અમર રહે માં, હમ દિન ચાર રહે ના રહે...

ર૩મીએ શહીદ દિનઃ 'ઉદ્દઘોષ' દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ

 રાજકોટ તા. ૧૯ : ઉદ્દઘોષ ક્રાંતિવીર સ્મૃતિ સંસ્થા દ્વારા ર૩ માર્ચે શનિવારે શહીદ દિન નિમિતે સવારે ૭-૧પ થી ૯ વાગ્યા સુધી હરિહર સોસાયટી કોમ્યુનીટી હોલ કાલાવડ રોડ જલારામ પેટ્રોલ પંપ પાસેની શેરીનં. ૩માં શ્રદ્ધાંંજલી કાર્યક્રમ રાખેલ છે. વિદ્યાર્થીઓ સહિત સૌ નાગરીકોને ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ પેઢડિયા (મો.૯૪ર૬૮ ૪૪૦૭૪) એ અપીલ કરી છે. પુષ્પાંજલી માટે પુષ્પની વ્યવસ્થા સ્થળ પર રાખેલ છે.

આઝાદી પહેલા અનેક વિરો અને વીરાંગનાઓ બલીદાન આપ્યા છ.ે તે વખતે ર૩ માર્ચ અંગ્રેજોએ આપણા ત્રણ યુવાનો સરદાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપી આ દિનને શહિદ દિન તરીકે આપણે આપણાં ખરા ખમીરને શ્રદ્ધા સુમન આપી નતમસ્તક બનીએ. આ સાથે એમની પહેલાં અને પછી શહીદ થયેલા તમામ વિર શાર્દુલોને શ્રદ્ધાંજલી આપીએ. લોક સુરક્ષા બીલનો વિરોધ કરી એસેમ્બલીમાં ક્રાંતિકારી  મિત્ર બટુકેશ્વરદત્ત સાથે મળી બોમ્બ ધડાકો કર્યો અને ''ઇન્કલાબ ઝીંદાબાદ'' ના નારા પોકાર્યા અને વિર ભગતસિંહ સ્વેચ્છાએ પકડાયા અને શહિદ વિર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ર૩મી માર્ચ ૧૯૩૧ ના દિવસે લાહોર જેલમાં સાંજના સમયે ફાંસી આપવામાં આવી. ફાંસી આપવાની તારીખ ર૪ માર્ચ ૧૯૩૧ હતી. પરંતુ લોક રોષ ફાટી નીકળ્યો. આ પ્રકોપને સંભાળી નહી શકવાની બીકે એક દિવસ અગાઉ ફાંસી આપી.આ ત્રણેય નવ લોહીયા લાહોરની જેલમાં એકબજા સાથે ગળે મળીયા, વંદેમાતરમ્નો જયઘોષ કરી ફાંસીને માંચડે ચડયા.

આ ત્રણેય ક્રાંતિકારીઓની લોક ચાહનાએ અંગ્રેજોને અસ્વસ્થ કર્યા આ ત્રણેયની ફાંસી ર૪ માર્ચના રોજ મુકર થયેલ તેના બદલે એક દિવસ વહેલા એટલે કે ર૩ માર્ચના રોજ સાંજે ફાંસી આપી ફાંસીના નિયમોનું પણ ઉલંઘન કરી સવારના બદલે સાંજે ફાંસી આપી, પછી ત્રણેયના મૃતદેહોને પાછલાં દરવાજેથી બહાર કાઢવામાં આવેલ. આ ત્રણેય દુધમલીયા વિરોનું અકલ્પનીય લોક ચાહનાથી અંગ્રેજો ઉકળાય ઉઠેલા એમને ડર હતો કે આ લોકરોષમાંથી અનેક ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ પેદા થશે. દેશના આવા દુલર્ભ વીરોને ફરી સતસત નમન કરી શ્રદ્ધાંજલી આપીએ. આવા ક્રાંતિવીરો, વીરાંગનાઓ અને દેશ માટે શહિદ થનારા ભારત માતાના પનોતા પૂત્રો એવા વીર સૈનિકો જ આપણાં ખરા રાષ્ટ્રીય રત્નો છે તેમ વિનોદભાઇ પેઢડિયા જણાવે છે.

(3:34 pm IST)