Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

રાજકોટમાં પરેશ ગજેરાને સંસદની ટિકીટ આપવા માગણી કરતા પોસ્ટર લાગ્યા

પરેશભાઇ કહે છે ટિકીટની ઓફર થશે અને વડીલો હા પાડશે તો ચુંટણી લડીશ

રાજકોટઃ રાજકોટ લોકસભા બેઠક માટે રાજકોટની બેઠક માટે ભાજપ દ્વારા હાલના સાંસદ મોહનભાઇને ચાલુ રાખવા કે નવુ નામ પસંદ કરવુ તેની વિડંબણા ચાલી રહી છે. દરમિયાન આ બેઠક માટે ખોડલધામ સમિતિના પૂર્વ પ્રમુખ, લેઉવા પાટીદાર અગ્રણી અને સતુના પ્રિય એવા શ્રી પરેશ ગજેરાનું નામ ઉપસી આવ્યું છે અને જોર પકડતુ જાય છે. રાજકોટમાં લાગ્યા બેનર અને પોસ્ટર ગજેરાને યુવા પ્રતિભાશાળી નેતા બતાવ્યા. લોકસભા ચૂંટણી પહેલા પરેશ ગજેરાનું નિવેદન : ટિકીટની ઓફર થશે તો આગેવાન સાથે ચર્ચા વિચારણા કરશે અને ચર્ચામાં આગેવાનો હા પાડશે તો ચૂંટણી લડીશઃ જ્ઞાતિના આગેવાનો ચૂટણી લડવા દબાણ : જો ચૂંટણી લડીશ તો રાજકોટની જ લડીશ અને પીએમ મોદીનું પણ સારૂ નેતૃત્વ : ભારતીય જનતા પાર્ટીની પરેશ ગજેરાએ કરી પ્રશંસા અને નરેન્દ્રભાઇ સારૂ કામ કરી રહયા છે.

(3:33 pm IST)