Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

આદિત્ય સ્કુલના વાર્ષિકોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને પ્રશસ્તીપત્ર અપાયા

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલીકાના વોર્ડ નં. ર માં રૈયા રોડ રેલ્વે ફાટક પાસેની આદિત્ય સ્કુલમાં યોજાઇ ગયેલ વાર્ષિકોત્સવ-ર૦૧૭-૧૮માં વિવિધ કલાક્ષેત્રે ઝળકેલ બાલ પ્રતિભાઓને રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહના હસ્તે પ્રશસ્તિપત્ર અર્પણ કરીને ૬૦ ઉપરાંત બાળકોનું બહુમાન કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમની સાથે શાળાના વરિષ્ટ વાલી એહમદભાઇ ઝીંદાણી, શાળા પરીવારના રજતભાઇ સંઘવી, હર્ષદભાઇ ઉનાગર વગેરે ઉપસ્થિત રહયા હતા. પ્રાર્થના સહીતના સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષિકાગણના હસુમતીબેન હુબલ, સુરેખાબેન ગણાત્રા, પ્રવિણાબા જાડેજા, શિલ્પાબેન પરમાર, ભાવિશાબેન મહેતા, ખ્યાતીબેન બોરીચા, સીમરનબેન મકવાણા, નેહાબેન ધાનક વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સુચારૂ સંચાલન અને ફોટો તસ્વીરની સેવાઓ રીનાબેન ક્રિશ્ચીયને આપી હતી.

(4:13 pm IST)