Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બળાત્કારની ઘટના બહેરી-મુંગી યુવતિએ ઇશારાથી સમજાવીઃ હવસખોર રંગારા રમેશનો ટાંટીયો ટોળાએ ભાંગી નાંખ્યો

જંગલેશ્વરનો શખ્સ માનસિક અસ્વસ્થ યુવતિને વેલનાથપરાની અવાવરૂ ઓરડીમાં પુરી બદકામ કરતો'તો ત્યારે એક યુવાને દરવાજાની તિરાડમાંથી નજરે જોયોઃ બહાર નીકળતાં જ ટોળુ તૂટી પડ્યું: હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૧૯: અંધ, બહેરા વૃધ્ધોએ એક બાળકીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધાની અને આ બાળકીને ખોડખાપણવાળી દિકરીને જન્મ આપ્યાની ઘટના તાજી છે ત્યાં હવે માનસિક અસ્વસ્થ અને બહેરી-મુંગી યુવતિને જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૧માં રહેતો રમેશ દેવાભાઇ  પરમાર (ઉ.૩૫) નામનો કોળી શખ્સ ખોખડદળના પુલ નજીક વેલનાથપરામાં આવેલી અવાવરૂ ઓરડીમાં રૂ. ૧૦ની લાલચ આપીને લઇ ગયા બાદ તેની સાથે ન કરવાનું કરતાં ચકચાર મચી ગઇ છે. રંગરોગાનનું કામ કરતો રંગારો રમેશ ઓરડીમાં બદકામ કરતો હતો ત્યારે દરવાજાની તિરાડમાંથી એક વ્યકિત તેને જોઇ જતાં ટોળુ ભેગુ થઇ ગયું હતું અને તેને બહાર કાઢી બેફામ ઢીબી નાંખી એક પગ ભાંગી નાંખ્યો હતો. બળાત્કારની ઘટના ભોગ બનેલી બહેરી-મુંગી યુવતિએ ઇશારાથી વર્ણવી હતી. હોસ્પિટલના બિછાને રહેલા રમેશને રજા અપાયે તેની ધરપકડ કરવામાં આવશે.

વિગત એવી છે કે રાધાકૃષ્ણનગરમાં રહેતો અને કલરકામ કરતો રમેશ દેવાભાઇ કોળી ૧૩મીએ રાત્રે વેલનાથપરામાં હતો ત્યારે મુન્ના અરજણભાઇ કોળી, કાળુ જીવણભાઇ કોળી સહિતે માર માર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસે તેની ફરિયાદ પરથી આ બંને સામે મારામારીનો ગુનો નોંધ્યો હતો. હુમલામાં તેનો જમણો પગ ભાંગી ગયાનું ફરિયાદમાં નોંધાયું હતું. રમેશે એવું કહ્યું હતું કે પોતે વેલનાથમાં હતો ત્યારે મુન્ના અને કાળુએ હુમલો કર્યો હતો. મુન્નાએ તું અમારા મામાની દિકરીને બાઇકમાં બેસાડી અહિ કેમ લાવ્યો? તેમ કહીને હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ હતી.

બીજી તરફ ગઇકાલે સત્ય વાત સામે આવતાં પોલીસ ચોંકી ગઇ હતી. ૨૫ વર્ષની મુંગી-બહેરી અને માનસિક અસ્વસ્થ યુવતિએ પોતાના સ્વજનો સમક્ષ પોતાને દસ રૂપિયાની લાલચ આપી રમેશ કોળી વેલનાથમાં લઇ ગયાની અને પોતાની સાથે બળજબરી કર્યાની વિગતો ઈશારાથી વર્ણવતા સ્વજનો હેબતાઇ ગયા હતાં. આ મામલે મહિલા પોલીસ મથકમાં જાણ થતાં પી.આઇ. પી. બી. શાપરાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એમ. કે. દેસાઇ, સુધાબેન, હાજીભાઇ, ગઢવીભાઇ સહિતે આઇપીસી ૩૭૬, ૩૫૪ મુજબ ગુનો નોંધ્યો છે. રમેશ કોળી હોસ્પિટલના બિછાને હોઇ પોલીસ પહેરો મુકી દેવાયો છે.

ભોગ બનેલી યુવતિના માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. જેમાં સોૈથી મોટી મંદબુધ્ધીની છે અને જન્મજાત બહેરી-મુંગી છે. મારી પુત્રવધુએ મને જાણ કરી હતી કે રમેશ પરમાર દસ રૂપિયાની લાલચ દઇ મારી દિકરીને લઇ ગયો હતો. ઓરડીના દરવાજાની તડમાંથી કાળા કોળી નામના યુવાને રમેશને ખરાબ કામ કરતો જોતાં અમારા સગાને બોલાવી જાણ કરી હતી. એ વખતે રમેશ ઓરડીમાંથી નીકળતાં લોકોએ ભેગા થઇ તેને માર માર્યો હતો. અમારી દિકરીને અમે પુછતાં તેને ઇશાો કરી સાનમાં પોતાની સાથે રમેશે ખરાબ કામ કર્યાની વાત જણાવી હતી. મહિલા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:42 pm IST)