Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

રાજકોટમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓના સ્પર્ધકો વચ્ચે લગ્નગીત સ્પર્ધા યોજાઈ

જૂનાગઢ જિલ્લાના શ્રીનાથળિયા ઊનેવાળ બ્રહ્મ સમાજનું મહિલા ગૃપ પ્રથમ નંબરે

 

રાજકોટ : રાજકોટમાં સૌરાષ્ટ્રનાં જિલ્લા ના સ્પર્ધોકો વચ્ચે લગ્ન ગિતોની સ્પર્ધા હેમુ ગઢવી નાટયગૃહ ટાગોર રોડ રાજકોટ ખાતે યોજાયેલ છે. તેમાં જૂનાગઢ જિલ્લાના શ્રીનાથળિયા ઊનેવાળ બ્રહ્મ સમાજનું મહિલા ગૃપ પ્રથમ નંબરે આવેલ છે.

ગ્રુપમાં શ્રીમતી કાશ્મીરાબેન મહેતા, શ્રીમતી માલતીબેન મહેતા, શ્રીમતી કુસુમબેન મહેતા, વિગેરેએ ભાગ લઈને સમાજને તથા તેમનાં કુટુંબને ગૌરવ અપાવેલ છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત અને જીલ્લા વહીવટી તંત્ર રાજકોટની રાહબરી હેઠળ જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજકોટ સંચાલિત સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલામહાકુંભ આયોજીત. સમાજ કુટુંબ સાથે તેમના ઉપર અભિનંદનની વર્ષા થઇ છે

(11:32 pm IST)