Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

૮પ૦ કરોડની ઉઘરાણી છે છતાં તંત્ર વર્લ્ડ બેંક પાસે લોન માંગે છેઃ વિપક્ષી નેતાએ શાસકોની પોલ ખોલતાં મેયર-કમિશ્નર ધંધે લાગી ગ્યા....

રાજકોટ : આજે મ્યુ. કોર્પોરેશનમાં બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષી નેતાએ શાસકોએ પાથરેલી આંકડાની ઇન્દ્રજાળની પોલ ખોલતાં જણાવેલ કે કોર્પોરેશનની આર્થિક કરોડરજૂ સમાન ટેક્ષની આવક વધારવાને બદલે શાસકો વર્લ્ડ બેંક પાસે ૩૦૦ કરોડની લોન માંગી વ્યાજ ભરી પ્રજાની તિજોરી ખાલી કરશે. અને ૧પ૦ કરોડનાં બોન્ડ બહાર પાડશે. જયારે હકિકતે તંત્ર ધારે તો પાા લાખ કરદાતાઓ પૈકી માત્ર ર.૭પ લાખ વેરો ભરે છે. તેમાં બાકીનાં ર.રપ લાખ બાકીદારોની કડક  ઉઘરાણી કરીને ૮પ૦  કરોડની આવક કરી શકે તેમ છે. આમ વિપક્ષી નેતાએ રેકોર્ડ ઉપર જ શાસકોનાં અણઘડ વહીવટની પોલ ખોલતાં કાગળોનાં પુરાવા - કમિશનર ઉદિત અગ્રવાલ ત્થા મેયર બીનાબેન આચાર્યને રજૂ કર્યા ત્યારે અધિકારીઓ -પદાધિકારીઓ ધારદાર દલીલો  કરી શકયા નહીં અને શુ જવાબ આપવો તે શોધવા તમામ ધંધે લાગી ગયા હતાં. તે તસ્વીરમાં દર્શાય છે. એક તબકકે કમીશનર શ્રી અગ્રવાલે સીધુ જ વિપક્ષી નેતાને પુછી લીધુ કે આવી સચોટ માહિતી તમારી પાસે કયાંથી આવી ? (તસ્વીર - સંદીપ બગથરીયા)

(4:04 pm IST)