Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મ્યુ. કોર્પોરેશન દ્વારા મવડી વિસ્તારમાં ૩૧ દુકાનોની હરરાજી : તંત્રની તિજોરીમાં ૬.૨૩ કરોડ ઠલવાયા

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં બનાવવામાં આવેલ રામ ટાઉનશીપ (સ્માર્ટ ઘર-૧) અને લક્ષ્મણ ટાઉનશીપ (સ્માર્ટ ઘર-૩)ની કુલ ૩૮ દુકાનોની આજે તા. ૧૯-૦૨-૨૦૨૦ રોજ હરાજી કરવામાં આવી હતી. કુલ ૩૧ દુકાનોનું હરાજી દરમ્યાન વેંચાણ થયેલ છે. આ દુકાનોની હરાજીથી મહાનગરપાલિકાને કુલ ૬.૨૩ કરોડની આવક થયેલ છે. આ હરાજીમાં એક દુકાનની હાઈએસ્ટ કીમત ૫૦ લાખ મળેલ છે, જેમાં અપસેટ પ્રાઈસ ૧૬.૪૦ થી ૧૯.૯૦ લાખ રાખવામાં આવેલ હતી, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવેલ હતું. આ જાહેર હરાજી તમામ અરજદારો માટે રાખવામાં આવી હતી. જેમાં ૮૬ અરજદારોએ ભાગ લીધો હતો.

(4:03 pm IST)