Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

જનરલ બોર્ડમાં બજેટ અંગે અઢી કલાક ચર્ચા

રાજકોટઃ ગત સપ્તાહે સ્ટેન્ડીંગ કમીટીએ મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ર૦ર૦-ર૧ નું  ર૧.૩ર અબજનું બજેટ મંજુર કરવા આજે સવારે ૧૧ વાગ્યે મ્યુ.કોર્પોરેશન કચેરીના બીજા માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર બિનાબેન આચાર્યની અધ્યક્ષતામાં જનરલ બોર્ડનો પ્રારંભ થયો હતો. આ બોર્ડના પ્રારંભે સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડે સભ્યો સમક્ષ બજેટ રજુ કર્યું હતું બાદ વિપક્ષી નેતાએ બજેટનો પ્રતિભાવ આપ્યો હતો. આ બજેટ ચર્ચા બપોરે ૧-૩૦ કલાકે પુર્ણ થયેલ આમ બજેટની ચર્ચા અઢી કલાક સુધી ચાલી હતી. તસ્વીરમાં ભાજપ તથા કોંગ્રેસના સભ્યો, પદાધિકારીઓ અને મ્યુ.કમીશ્નર સહિતના અધિકારીઓ દર્શાય છે.

(4:03 pm IST)