Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

હિરાસર એરપોર્ટઃ ૬ પાર્ટીની રપ હેકટર જમીનનો કબજો સોંપાયો

તાલુકા મામલતદાર કથીરિયા અને ટીમ દ્વારા કાર્યવાહીઃ ગુજરાત એવીએશનના અધિકારી બૂંદેલા રાજકોટમાં: વળતર ચૂકવાયું છે.... : એક જમીન અંગે હાઇકોર્ટમાં મામલોઃ બે ની જમીન એક તરફી લઇ લેવાઇઃ પ્રાંત પાસે કેસ ચાલે છેઃ ટાઇટલ કલીયરનો મામલો...

હીરાસર એરપોર્ટઃ રપ હેકટર જમીનની સોંપણી :.. હિરાસર એરપોર્ટ માટે આજે રપ હેકટર જમીનનો કબજો ગુજરાત એવીએશનને સોંપવાની કાર્યવાહી તાલુકા મામલતદાર શ્રી કથિરીયા અને તેમની ટીમ દ્વારા કરાઇ તે તસ્વીરમાં નજરે પડે છે. 

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટની ર૦ કિ. મી. દૂર હિરાસર ગામ પાસે બનનારા ઇન્ટરનેશનલ કક્ષાના હિરાસર એરપોર્ટ અંગે આજે કલેકટરની સુચના બાદ તાલુકા  મામલતદારશ્રી કથિરીયા, સર્કલ શ્રી દેકીવાડીયા, ના. મામલતદારશ્રી વિજય વસાણી અને ટીમે ખાનગી જમીન મામલે મહત્વની કામગીરી હાથ ઉપર લઇ ગુજરાત એવીએશનની - એરપોર્ટ ઓથોરીટીના ગાંધીનગરથી રાજકોટ આવેલા અધિકારી શ્રી બૂંદેલાને રપ હેકટર જમીનનો કબજો સોંપવાની મહત્વની કામગીરી હાથ ધરી હતી.

ઉપરોકત રપ હેકટર તમામ જમીન ખાનગી માલીકીની હોવાનું અને ૮૦ ટકા  જેવી રકમ વળતરની ચૂકવાઇ ગયાનું અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું. આમાં એક પાર્ટીનો કેસ હાઇકોર્ટમાં ચાલે છે, તો બે પાર્ટીના કેસ સીટી પ્રાંત-ર પાસે ચાલુ છે. પરંતુ તંત્ર દ્વારા અગાઉ એક તરફી પ્રકારે જમીન લઇ લેવાઇ છે, અને હવે આજે તમામ જમીનનો કબજો સોંપાશે.

જે જમીન છે તે ગારીડા અને હિરાસર ગામની છે.

ગારીડા સર્વે નં. રરર-રર૩-રર૪ ની કુલ પ૮ હજાર ચો. મી. જમીન છે, શકિત સિમેન્ટની આ જમીન અંગે હાઇકોર્ટમાં કેસ ચાલુ છે, જમીનનું વળતર સરકારમાં જમા રહેશે.

આ ઉપરાંત ગારીડા સર્વે નં. ૧૩ ની વિક્રમભાઇ ખાચરની ર૩૮૦૪ ચો. મી. જમીન, હિરાસર સર્વે નં. ૩૩/૧, ૩૩/ર ની હમીરભાઇ પેથાની ૧૬૩ર૦ ચો. મી. જમીન, હિરાસર સર્વે નં. ર૬/૧, ર૬/ર, -ર૭ ની પુરીબેન ધનાભાઇના ૧પ૬૮ર ચો. મી. જમીન, હિરાસર સર્વે નં. ર૮ ની હવા બેનની ૭૦૮ર ચો. મી. જમીન, તથા હિરાસર સર્વ નં. ર૩ ની અશ્વિન મુળચંદની ૮૯૦૭ ચો. મી. જમીનનો કબજો લેવા આજે તાલુકા મામલતદાર શ્રી કથિરીયા અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી થઇ હતી.

તમામ જમીનનો કબજો લેવાયો છે, જેમાં હમીર પેથા અને પુરીબેન ધનાભાઇની જમીનનો કબજો તંત્ર દ્વારા એકતરફી લેવાયો છે, ઉપરોકત તમામને ૮૦ ટકા જેવુ વળતર પણ ચુકવી દેવાયાનું સુત્રોએ ઉમેર્યું હતું.

(4:00 pm IST)