Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મંગળવારે કિર્તીદાન ગઢવીનો લોકડાયરો

કેન્સરગ્રસ્ત જરૂરીયાતમંદ દર્દીઓ માટે ભંડોળ એકત્ર કરવા એચસીજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા રેસકોર્ષના મેદાનમાં આયોજન

રાજકોટ, તા. ૧૯ : દેશની સૌથી ઝડપી વિકસતી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ચેઈન એચસીજી (હેલ્થકેર ગ્લોબલ) હોસ્પિટલના પોતાના કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી (સીએસઆર)ના ભાગરૂપે એચસીજી ફાઉન્ડેશનના નેજા હેઠળ જરૂરીયાતમંદ દર્દીઓને નજીવા દરે વૈશ્વિક સારવાર ઉપલબ્ધ કરવાના શુભ આશય સાથે આગામી તા.૨૫ ફેબ્રુઆરીને મંગળવારના રોજ આર્થિક ભંડોળ એકઠુ કરવા માટે ગુજરાતી સાહિત્યમાં મુઠી ઉચેરૂ સ્થન ધરાવતા તથા યુવાનોમાં લોકપ્રિય એવા શ્રી કિર્તીદાન ગઢવીનો લોકડાયરો યોજાએલ છે.

આ ઈવેન્ટની સંપૂર્ણ માહિતી આપતા એચસીજી ગ્રુપના રીજનલ હેડ ડો. ભરત ગઢવીએ જણાવેલ કે આગામી તા.૨૫ ફેબ્રુઆરીને  મંગળવારના રોજ રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આવેલ કવિ રમેશ પારેખ ઓપન ઓડીટોરીયમ ખાતે લોકડાયરાનો કાર્યક્રમ રાજકોટ - સૌરાષ્ટ્રના કેન્સર પીડિત આર્થિક રીતે નબળા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર પુરી પાડવા માટે ભંડોળ એકઠુ કરવામાં આવનાર છે.

તેઓએ જણાવેલ કે ભારત એક એવો દેશ છે જયાં ઘણા કારણોસર દર વર્ષે અસંખ્ય લોકોના જીવ ગુમાવવામાં આવે છે, પરંતુ સોથી વધુ પડકારજનક વ્યકિતને સમયસર તબીબ સેવાઓ / સારવાર ન મળવી અને નાણાકીય મુશ્કેલીઓને કારણે પણ છે. આર્થિક મુશ્કેલીઓને લીધે જરૂરીયાતમંદ લોકો તેમની તપાસ માટે હોસ્પિટલમાં પણ જઈ શકતા નથી. એચસીજી ફાઉન્ડેશન સાથે અમે જરૂરીયાતમંદ લોકો અને તેમના કુટુંબને મદદ કરવા તરફ એક પગલુ ભર્યુ છે. આ ફાઉન્ડેશનની સ્થાપના ૨૦૦૬માં કેન્સર દર્દીઓને તેમની સારવાર શરૂ કરવા અને પુરી કરવા માટે આર્થિક મદદ કરવાના હેતુથી થઈ હતી. ફાઉન્ડેશન કેન્સરની સારવાર અંગે જાગૃતિ લાવવા ઉપરાંત જરૂરીયાતમંદ દર્દીઓ માટે ભંડોળ એકત્રિત કરવામાં પણ મદદ કરે છે. તા.૨૫ ફેબ્રુઆરીના યોજાનાર લોકડાયરાનો કાર્યક્રમ એ એચસીજી ફાઉન્ડેશન દ્વારા દક્ષિણ એશીયાના સૌથી મોટા કેન્સર કેર નેટવર્ક એચસીજી નોન - પ્રોફીટની સૌપ્રથમ પહેલ છે, જે આર્થિક રીતે જરૂરીયાતમંદ કેન્સરના દર્દીઓ માટે દાનની મદદથી ભંડોળ ઉભુ કરવામાં આવનાર છે. જે માટે આયોજીત કસુંબીનો રંગ, ડાયરાના મુખ્ય કલાકાર તરીકે શ્રી કિર્તીદાન ગઢવી છે.

આ પત્રકાર પરિષદમાં ડો. ભરત ગઢવી (રીજનલ હેડ ગુજરાત), ડો.બંકીમ થાનકી, ડો.સુધીર ભીમાણી, ડો.ગીરીશ પટેલ, ડો.એન.જી. લાડાણી, ડો.વિનોદ રાખોલીયા, ડો.રાજુ સાગર, ડો.સુધીર ભીમાણી, ડો.સંજય ભટ્ટ, ડો.યોગેશ મહેતા અને ડો.પ્રશાંત ત્રિવેદી વિ. નજરે પડે છે.

(3:52 pm IST)