Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કોર્પોરેશનનું બજેટ શહેરીજનો માટે સર્વસમાવેશક વિકાસ પ્રક્રિયાનું એન્જીન બનશેઃ ભંડેરી-ભારદ્વાજ

રાજકોટ તા. ૧૯: ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ર૦ર૦-ર૦ર૧ના રૂ. ર૧૧૯.૯૮ કરોડના બજેટને આવકારી ભાજપ શાસકોને શુભેચ્છા આપતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મંત્ર અનુસાર એટલે કે જયાં માનવી ત્યાં સુવિધાને નજર સમક્ષ રાખી કોર્પોરેશન દ્વારા બજેટ રજુ કરવામાં આવતું હોય છે ત્યારે સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા આ બજેટમાં શહેરના વિકાસ કામો માટે કોઇપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના પ્રજાલક્ષી નિર્ણયો આ બજેટમાં લેવામાં આવ્યા છે અને શહેરીજનોનું જીવનધોરણ વધુ સુવિધાસભર બને તે દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા છે જેમાં શહેરીજનોને ટ્રાફીક સમસ્યામાંથી મુકિત મળે તે માટે રેલવે ફાટક મુકત રાજકોટ બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે તેમજ હાઇજેનિક ફૂડ સ્ટ્રીટનું નિર્માણ, ત્રણેય ઝોનમાં એક-એક હાઇમાસ્ટ લાઇટ, બહેનો દ્વારા સંચાલીત રવિવારી માર્કેટ, પીપીપી ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક, ગો ગ્રીન મોબાઇલ વાન સહિતની યોજનતાઓ દ્વારા શહેરીજનોનું જીવન સુવિધાસર બને તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે.  આ પદાધિકારી અને આ બજેટ મંજુર કરવા બદલ આવકારી અભિનંદન આપતા રાજકોટ મહાનગરપાલિકાનું આ બજેટ શહેર માટે સર્વસમાવેશક વિકાસ પ્રક્રિયાનું એન્જીન બની રહેશે તેમગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે અંતમાં જણાવ્યું હતું.

(3:48 pm IST)