Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

રૂ. પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં ઓઇલ મીલના ધંધાર્થીને એક વર્ષની સજા

ચેકની રકમ મુજબનું વળતર ન ચુકવે તો વધુ સજાનો હુકમ

રાજકોટ,તા.૧૯: રૂ.૫,૦૦,૦૦૦/- ચેક રીર્ટન કેસમાં રાજકોટ રહેતા આરોપીને ૧ વર્ષની જેલ સજા અદાલતે ફરમાવી હતી. અને વધુમાં આરોપીએ ચેક મુજબની રકમનું વળતર એક માસમાં ચુકવી આપવું જો વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો.

ફરીયાદની ટુંક વિગત અવી છે કે આ કામના ફરીયાદી લલીતભાઇ ગોબરભાઇ સાવલીયા રહે. રાજકોટ વાળા તથા આરોપી વલ્લભભાઇ બેચરભાઇ પાનસુરીયા રહે રાજકોટવાળા વચ્ચે ઘણા સમયથી મીત્રતાના સંબંધો રહેલા હોય જેથી આરોપી પડઘરી મુકામે ઓઇલ મીલ ધરાવતા હોય અને તેને તેમના ધંધાના વિકાસ માટે નાણાની જરૂરીયાત થતા ફરીયાદી પાસેથી ૪ લાખ તથા એક લાખ એમ મળી કુલ રૂ.૫ લાખ આરોપીએ લીધેલા. સદર તમામ રકમ ફરીયાદીએ આરોપીને ચેકથી આપેલ હતી. ત્યારબાદ અમુક સમય જતા ફરીયાદીને હોસ્પિટલનો મોટો ખર્ચ આવતા ફરીયાદીએ સદર રકમની માંગણી આરોપી પાસે કરેલ અને સદર રકમ પરત ચુકવી આપવા આરોપીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા , મેટોડા શાખા. રાજકોટ રૂ. ૫ લાખનો આપેલ જે ચેક રીટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ અલ્પેશ પોકીયા મારફત લીગલ નોટીસ મોકલેલ.

 ફરીયાદીના વકીલ અલ્પેશ પટેલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે આરોપીને ચેક રીટર્ન કેસમાં રાહત મળી શકે નહીં. સમાજમાં ચેક રીર્ટન થવાના કેસો વધી રહેલ હોય જેથી આવા આરોપીને સબક શીખડાવવો જોઇએ. અને કાયદાકીય જોગવાઇઓ મુજબ આરોપીએ કરેલ ગંભીર ગુન્હા સંબંધે શખ્તમાં સખ્ત સજા થવી જોઇએ. વીગેરે દલીલો કરીને તે સંબંધે વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલ હતા. આમ, ફરીયાદીના એડવોકેટ અલ્પેશ પટેલની દલીલો માન્ય રાખી આરોપી વલ્લભભાઇ બેચરભાઇ પાનસુરીયાને તેમણે કરેલ ગંભીર ગુન્હા બદલ અદાલતે નેગો. ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ -૧૩૮ ના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ એક માસમાં ચેક મુજબની રકમનું વળતર ચુકવવું જો ન ચુકવે તો વધુ ૬ માસ સજા કરેલ કરવાનો એડી.ચીફ જયુ શ્રી લાલવણીની કોર્ટએ ફરીયાદીની તરફેણમાં હુકમ ફરમાવેલ હતો.

આ કામના ફરીયાદી લલીતભાઇ ગોબરભાઇ સાવલીયા તરફે પી એન્ડ લો ચેમ્બર રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, વંદના રાજ્યગુરૂ, ભાર્ગવ પંડ્યા , કેતન જે. સાવલીયા , અમીત ગડારા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા વીગેરે રોકાયેલ હતા.

(3:39 pm IST)