Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રૂડા કાલાવડ રોડ - મુંજકા -૧૫૦ ફુટ રીંગ રોડ પર બનાવશે ૪ હજાર ફલેટઃ સોમવારથી ફોર્મ વિતરણ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ૧-૨-૩ BHKનું નિર્માણઃ વિગતો જાહેર કરતા ચેરમેન ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા.૧૮: પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY )હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ા મંડળ દ્વારા EWS-1 પ્રકારના ૩૬૮ આવાસો, EWS-૨ પ્રકારના ૨૧૩૦ આવાસો, LIG પ્રકારના ૭૨૮ આવાસોતથા MIG પ્રકારના ૭૫૨ આવાસો મળી કુલ ૩૯૭૮ આવાસોનું નિર્માણ અંદાજીત રૂ. ૪૭૦.૨૬ કરોડના ખર્ચે જુદા જુદા ૧૦ સ્થળોએ હાથ ધરાયેલ છે. કેટેગરી વાઈઝ લાયકાત ધરાવતા ઇસમોને આ આવાસો મેળવવા માટે કોટક મહિન્દ્રા બેંક (૧૦ શાખા), ICICI બેંક (૧૭ શાખા) તથા HDFC બેંક(૨૨ શાખા) આમ ત્રણે બેંકોની રાજકોટ શહેર તથા રૂડા વિસ્તારની કુલ ૪૯ શાખાઓ મારફત ફોર્મનું વિતરણ કરવામાં આવશે. લોકોની સરળતા માટે રૂડા કચેરી ઉપરાંત RMCના કૃષ્ણ નગર સીટી સિવિક સેન્ટર, કોઠારીયા રોડ સીટી સિવિક સેન્ટર તથા  ઇસ્ટ ઝોન સીટી સિવિક સેન્ટર પર આ અંગેની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે, તેમ ચેરમેન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા ચેરમેનશ્રીએ કહેલું કે, આવાસ મેળવવા ઈચ્છુક અરજદારે તારીખ ૨૪ ફેબ્રુઆરી થી૧૩માર્ચ સુધીમાં ઉપરોકત નિયત બેંકમાંથી રૂ. ૧૦૦/-ની ફોર્મ ફી (નોન રીફંડેબલ) ચુકવી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકશે. અરજદારે નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા. ૧૭માર્ચ સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેંકની નિયત શાખાઓમાં રજુ કરવાનું રહેશે તથા ફોર્મની સાથે પ્રથમ હપ્તા (ડીપોઝીટ)ની રકમ જમા કરાવવાની રહેશે, આમુદ્દત વિત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આવેલ અરજીઓ પૈકી ફોર્મ તપાસ બાદ માન્ય રહેલ ફોર્મ માટે સાઈટ તથા આવાસની ફાળવણી ફકત કોમ્પ્યુટરાઈઝડ ડ્રો થી કરવામાં આવશે. આવાસ કે સાઈટ બદલવા અંગેની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.(૨૨.૨૯)

કયાં કયા ફલેટ બનશે

 

 

 

 

સાઇટની વિગત

સાઇટનું સરનામું

કેટેગરી

આવાસોની

કુલ

 

 

 

સંખ્યા

 

ટી.પી. ૯  (મુંજકા મોટામવા)

 સાંજાચુલા હોટલની પાછળ,

EWS

૨૮૮

૩૬૮

ફાઈનલ પ્લોટ નં૯/A

કાલાવાડ રોડ, મોટા મવા, રાજકોટ

1BHK

૨૮ચો.મી.

 

ટી.પી. ૧૭ (મુંજકા)

અવધ કલબ રોડ,કાલાવડ રોડ,

EWS

૮૦

 

 ફાઈનલ પ્લોટ નં૮૯

મુંજકા, રાજકોટ

1BHK

૨૮ચો.મી.

 

ટી.પી. ૧૦  (મોટામવા)

લક્ષ્મીના ઢોળાની પાસે, બીજા ૧૫૦ ફૂટ

EWS

૭૫૬

 

ફાઈનલ પ્લોટ નં 78/A &75/A

રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ

1BHK

૩૯.૯૭ચો.મી.

 

ટી.પી. ૧૭ (મુંજકા)

અવધ કલબ રોડ,કાલાવડ રોડ,

EWS

૪૧૬

 

ફાઈનલ પ્લોટ નં ૯૫

મુંજકા, રાજકોટ

2BHK

૩૯.૯૭ચો.મી.

 

ટી.પી. ૧૭ (મુંજકા)

ફિલ્ડ માર્શલની વાડીની બાજુમાં, ઇસ્કોન

EWS

૩૫૦

 

ફાઈનલ પ્લોટ નં ૮૦

મંદિરની પાછળ,કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ

2BHK

૩૯.૯૭ચો.મી.

 

ટી.પી. ૯ (મુંજકા મોટામવા)

ફિલ્ડ માર્શલની વાડીની પાસે,ઇસ્કોન મંદિરની

EWS

૨૮૦

 

ફાઈનલ પ્લોટ નં ૩૩/A

 પાછળ,કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ

2BHK

૩૯.૯૭ચો.મી.

 

ટી.પી. ૯ (મુંજકા મોટામવા)

'સાંજાચુલા' હોટલની પાછળ,કાલાવાડ

EWS

૨૦૦

 

ફાઈનલ પ્લોટ નં ૯/A

રોડ, મોટા મવા, રાજકોટ

2BHK

૩૯.૯૭ચો.મી.

 

ટી.પી. ૧ (રૈયા)ફાઈનલ

રાજકોટ નાગરિક સહકારી બેંકની બાજુમાં,

EWS

૧૨૮

 

 પ્લોટ નં ૫૭૨

મોદી સ્કુલની સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ

2 BHK

૩૯.૯૭ચો.મી.

 

ટી.પી. ૧૦(મોટામવા)

સરિતા વિહાર સોસાયટીની બાજુમાં,

LIG

૭૨૮

૭૨૮

ફાઈનલ પ્લોટ નં૩૨અ

કાલાવડ રોડ, રાજકોટ

2BHK

૫૦ ચો.મી.

 

ટી.પી. ૯ (મુંજકા-મોટામવા)

ડેકોરા વેસ્ટ હિલની પાસે,હરી કીર્તન હોલ,

MIG

૧૯૨

૭૫૨

ફાઈનલ પ્લોટ નં ૨૦અ

ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ.

3BHK

૬૦ ચો.મી.

 

ટી.પી. ૧૦ (મોટામવા)

રંગોલી પાર્ક રેસ્ટોરન્ટની પાછળ,

MIG

૫૬૦

 

ફાઈનલ પ્લોટ નં ૪અ

કાલાવડ રોડ, મોટા મવા, રાજકોટ

3BHK

૬૦ ચો.મી.

 

 

કુલ

 

 

૩૯૭૮

(3:51 pm IST)