Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

એમસીઆઇ ઇન્સ્પેકશન અંતર્ગત પીડીયુ મેડિકલ કોલેજ સ્ટાફની આડેધડ બદલીઓ ન થાય તે જોવા રજૂઆત

જુનિયર ડોકટર્સ એસોસિએશને ડીન ડો. ગોૈરવી ધ્રુવને આવેદન પાઠવ્યું

રાજકોટ તા. ૧૮: ગુજરાતની વિવિધ મેડિકલ કોલેજો કે જેમાં એમસીઆઇના ઇન્સ્પેકશનને અનુલક્ષીને ટ્યુટર, સહપ્રાધ્યાપકો, મદદનીશ પ્રાધ્યાપકો તથા અન્ય શૈક્ષણિક સ્ટાફની ગમે ત્યારે રાજ્યમાં ગમે ત્યાં બદલીઓ કરવામાં આવે છે. રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાંથી પણ ૫૦ થી ૬૦ ટકા સ્ટાફની આ રીતે બદલી થઇ છે. આ રીતે બદલીઓ થતી રહેતી હોવાથી તેમના અન્ડરમાં અભ્યાસ કરતાં અનુસ્નાતકોના શિક્ષણે અસર પડે છે. કાર્યસ્તર નીચુ જાય છે. ઓછા સ્ટાફને કારણે રાજકોટ તથા આસપાસના ગામોમાંથી સારવાર માટે આવતા દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. હાલમાં ભાવનગર મેડિકલ કોલેજના શૈક્ષણિક સ્ટાફની બદલી કરવામાં આવી હતી. પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર ડોકટર્સ એસોસિએશને ડીન ડો. ગોૈરવી ધ્રુવાને આવેદન પત્ર પાઠવી આ રીતે બદલીઓ ન થાય તે માટે સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવે તેવી માંગણી કરી છે. રાજકોટ મેડિકલ કોલેજમાં એમસીઆઇનું ઇન્સપેકશન આવવાનું છે ત્યારે અહિથી જો સ્ટાફની બદલીઓ થશે તો હાલાકી ભોગવવી પડશે. આમ ન થાય એ માટે યોગ્ય કરવા માંગણી કરવામાં આવી છે.

(3:41 pm IST)