Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

માર્શલ આર્ટમાં મેડલના ઢગલાઃ 'હીરામણિ'ના છાત્રોને નરહરિ અમીનના અભિનંદન

રાજકોટ : અમદાવાદના ખોખરા રમત-ગમત સંકૂલ ખાતે પહેલા રાજયકક્ષાની પેંચક સિલાટ (માર્શલ આર્ટ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૦ જિલ્લાના રપ૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અમદાવાદની હીરામણિ સ્કૂલ (અંગ્રેજી-ગુજરાતી માધ્યમ) ના ખેલાડીઓએ સિનિયર અને જુનિયરમાં ૧ર ગોલ્ડ (સોરિયા વંદિત, સોની, ઇશાન, ચૌહાણ યોગેન્દ્ર, યાદવ શીવમ, ચૌહાણ કુલદીપ, શેમ શારીકઅત્ખર, હેમરાજાની રીકીન, પીરધાનાની આશિષ, શાહ સ્નેહ, પ્રજાપતિ ભાવિક, રાવલ શ્રેયા, દવે આકૃતિ), ૭ સિલ્વર (વાઘેલા પૃથ્વીરાજ, મેરૂ શુભમ, બલસારા આત્મન, વડોદરિયા રૂપિન, ચૌહાણ આયુષી, પટેલ દક્ષ, પટેલ રૂદ્ર), ૧ બ્રોન્ઝ (ભાયાણી લક્ષ) મેડલ જીત્યા હતા. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, સી.ઇ.ઓ. ભગવતભાઇ અમીન, શૈક્ષણિક સલાહકાર એ.સી.ગોપાણી અને શાળાના આચાર્યોએ તમામ ખેલાડીઓને અને કોચ શ્રદ્ધા પટેલને અભિનંદન આપ્યા હતા.

(3:37 pm IST)