Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જુગાર ધારાના ગુન્હામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ -છુટકારો

રાજકોટ,તા.૧૮: જુગાર -સટ્ટાના ગુન્હામાં આરોપીને નિદોર્ષ છોડી મુકવાનો અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં વિગત અવી છે કે, આ કામના આરોપીઓ પોતાના કબજા, ભોગવટાના મકાનમાં આઇ.પી.એલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ સનરાઇઝ હૈદ્રાબાદ તથા મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચેની મેચ ઉપર બહારના ગ્રાહકો સાથે મોબાઇલ ફોન ઉપર લાઇવ મેચમાં રન ફેર ઉપર તથા ઓવરો ઉપર સટ્ટો રમી-રમાડી પૈસાની હાર -જીતનો ગુન્હો કરેલ હોય માલવીયાનગર પો.સ્ટેમાં જુગારધારાની કલમ ૪,૫માં નવીન જેન્તીલાલ મીરાણી તથા તેની સાથેના બે અન્ય આરોપીઓની અટકાયત કરવામાં આવેલી.

ઉપરોકત સંદર્ભેનું ચાર્જશીટ થયા બાદ સદર કેસ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા ફરીયાદી ,સાહેદો તથા પંચને તપાસી લીધા બાદ સરકારી વકીલશ્રી તથા આ કામના આરોપીના એડવોકેટશ્રીની દલીલો સાંભળી આ કેસના તમામ પુરાવાઓનું મુલ્યાંકન કરી તથા ગુજરાત હાઇકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇને આ કામના આરોપી વિરૂધ્ધ પુરતો ન જણાય આવતા આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રીશ્રી મુકુંદસિંહ વી. સરવૈયા, શૈલેષગીરી કે. ગોસ્વામી, ગીરીશપુરી એન. ગોસ્વામી, જીનીયકુમાર જે. સુવેરા, જયપાલિૅસહ એમ. જાડેજા, રચિત એમ. અત્રી તથા જીતેન એ.ઠાકર રોકાયેલ હતા.

(3:35 pm IST)