Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સદર ખાટકીવાસમાં સોહિલને ઇમરાને ત્રણ શખ્‍સની ચઢામણીને લીધે છરી ભોંકી દીધીઃ ગંભીર ઇજા

રસ્‍તામાં ઓરડી બનાવી લેવાતાં હલણ સાંકડુ થઇ જવાથી અગાઉ થયેલી માથાકુટ કારણભૂત : અગાઉ ઇમરાન, ફારૂક, અકરમ, હુશેનભાઇએ-હવે આ લોકોને ધંધો કરવા દેવો નથી, શેરીમાં રહેવા દેવા નથી, છરીના ઘોદા મારી દેવા છે...એવી ધમકી આપી હતી તે સાચી પડયાનું ઘાયલ યુવાનનું કથન

રાજકોટ તા. ૧૯: સદર વિસ્‍તારના ભીલવાસ પાસે ખાટકીવાસમાં રહેતાં અને ત્‍યાં જ દૂકાન ધરાવતાં યુવાન પર રાત્રીના પડોશમાં જ રહેતાં શખ્‍સે બીજા ત્રણ જણાની ચઢામણીને કારણે અગાઉની માથાકુટનો ખાર રાખી હુમલો કરી પીઠ પાછળ છરી ભોંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ થયો છે. શેરીમાં જ હુમલાખોરે ઓરડી બનાવી લીધી હોઇ તેના કારણે ટુવ્‍હીલર લઇને નીકળવામાં સંકડાશ પડતી હોઇ બોલાચાલી થઇ હતી અને સમાધાન થયું હતું. પરંતુ ફરીથી પડોશીઓ ‘હવે હાથ પગ ભાંગી નાખવા છે, ધંધો કરવા દેવો નથી, છરીના ઘોદા મારી દેવા છે' તેમ કહી ધમકાવતાં હોઇ ગત રાતે ઓચીંતા છરીથી હુમલો કરી દીધો હતો.

હુમલામાં ઘાયલ સદર બજાર ખાટકીવાસ ભીલવાસ-૪ રઝાક મંજીલ ખાતે રહેતો સોહિલ રઝાકભાઇ માંડરીયા (ઉ.વ.૨૭) સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં તેની ફરિયાદ પરથી સદર ખાટકીવાસમાં જ રહેતાં ઇમરાન જમાલભાઇ ચોૈહાણ, ફારૂક હુશેનભાઇ માંડરીયા, અકરમ હુશેનભાઇ માંડરીયા તથા હુશેનભાઇ માંડરીયા વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૬ સહિતની કમલો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

સોહિલ ખાટકીવાસમાં પોતાની દૂકાન છે તેમાં બેસી વેપાર કરે છે. તેણે પોલીસને જણાવ્‍યું છે કે હું રાતે નવેક વાગ્‍યે ઘર બહાર શેરીમાં મારા બાઇક પર બેઠો હતો ત્‍યારે ઇમરાને અઆવી ગાળો દીધી હતી અને છરી લઇ મારવા દોડતાં હું ભાગવા જતાં ઇમરાને છરી કાઢી પીઠના ભાગે એક ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં હું પડી ગયો હતો. મેં બૂમાબૂમ કરતાં મારો ભાઇ અલ્‍તાફ આવી જતાં ઇમરાન ભાગી ગયો હતો. લોકો પણ ભેગા થઇ ગયા હતાં. મને લોહી નીકળતું હોઇ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

હુમલાનું કારણ એવું છે કે પચ્‍ચીસેક દિવસ પહેલા હું અને મારો ભાઇ રાત્રીના બાઇક પર બેસી ઘરે જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં ઇમરાન ચોૈહાણનું ઘર આવતુંહોઇ તેણે ઘર આગળ શેરીમાં બે ઓરડી બનાવી લીધી હોઇ તેના કારણે શેરી સાંકડી થઇ ગઇ હોઇ તેમજ તે શેરીમાં બાઇક રાખી તેના ઉપર બેઠો હોઇ જેથી અમારું બાઇક નીકળી શકે તેમ ન હોવાથી ત્‍યાં ધીમુ પાડયું હતું. ત્‍યારે શેરીમાંથી નીકળવા બાબતે ે ઇમરાન સાથે માથાકુટ થતાં તેણે સામુ કેમ જોવો છો? કહી ગાળો દીધી હતી. ત્‍યારે તેના ભાણેજ ફારૂકે આવી ગાળો દઇ મારામારી કરી હતી. જે તે વખતે અમે ફરિયાદ કરી નહોતી. એ રાતેઇમરાન, ફારૂક, અકરમ અને હુશેનભાઇએ પણ અમારી ઘરે આવી ડખ્‍ખો કર્યો હતો. પછી અમારા બંને ભાઇ વિરૂધ્‍ધ ઇમરાને અરજી કરી હતી. ત્‍યારબાદ સમાજના આગેવાનોની સમજાવટથી સમાધાન થયું હતું.

ત્‍યાર પછી થોડા સમય બાદ હું અને મારો ભાઇ શેરીમાંથી નીકળતાં ઇમરાન તથા તેની સાથેના ફારૂક, અકરમ, હુશેનભાઇએ ગાળો દીધી હતી ધમકી દઇ હવે તમને શેરીમાં રહેવા દેવા નથી, ધંધો કરવા દેવો નથી, છરીના ઘોદા મારી દેવા છે અને હાથ પગ ભાંગી નાખવા છે. જે તે વખતે ધમકીથી ગભરાઇને મેં ફરિયાદ કરી નહોતી. એ પછી હવે ઇમરાને બાકીના ત્રણ લોકોના કહેવાથી છરીથી મારા પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમ વધુમાં સોહિલે જણાવતાં એએસઆઇ કે. વી. માલવીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(4:07 pm IST)