Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

૧૫૦ ફુટ રીંગ રોડ ઉપરની હોટલના મારામારી સબબના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.૧૯: અત્રે ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ રવેચી હોટલના મારામારી પ્રકરણમાં એક આરોપીને જામીન ઉપર મુકત કરવાનો અત્રેની સ્પે.અદાલતે હુકમ કર્યો હતો.

આ કેઇસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી બાલાજી હોલ ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ રવેચી હોટલ ખાતે નાસ્તો કરવા ગત તા.૨૫-૧૨-૨૧ના રોજ ગયેલ હોય ત્યાં બાજુના ટેબલ પર અન્ય વ્યકિતઓ નાસ્તો કરતા ચાર વ્યકિતમાંથી એક વ્યકિતએ ફરીયાદીને કહેલ તું મારી સામે કેમ કાતરો મારે છે જેથી ફરીયાદીએ જણાવેલ કે હું તમને કાતરો મારતો નથી હું સીસીટીવી કેમેરામાં જોવ છું એમ કહેતા આ ચારેય વ્યકિતઓ ઉશ્કેરાઇ ગયેલ અને કહેવા લાગેલ તું કયાંથી આવે છે તો ફરીયાદીએ જણાવેલ કે હું આંબેડકર નગરમાંથી આવુ છું તેવુ ફરીયાદીએ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદીને જ્ઞાતી વિશે અપમાનીત શબ્દો વાપરી માર મારેલ.

આ અંગેની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જેમાં આરોપી મેહુલસિંહ હનુસિંહ જાદવનું નામ ખુલતા તેઓએ પોતાના એડવોકેટશ્રી વિમલ એચ.ભટ્ટ મારફત આગોતરા જામીન અરજી દાખલ કરતા જે અરજીમાં આરોપીઓના એડવોકેટશ્રીની દલીલ તથા રજુ રાખેલ ઉચ્ચ અદાલતોના સિધ્ધાંતોને ધ્યાને લઇ આરોપી મેહુલસિંહ હનુસિંહ જાદવને સ્પે.અદાલત દ્વારા આગોતરા જામીન મંજુર કરતો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી મેહુલસિંહ વતી એડવોકેટ તરીકે વિમલ એચ.ભટ્ટ, આર.આર.બસીયા, પંકજ જી.મુલીયા, પારસ જે.પારેખ, રૂષીલ આર.દવે તથા મદદમાં વિવેક પી.પારેખ, એ.એચ.કપાસી રોકાયેલ હતા.

(4:01 pm IST)