Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ત્રણ દિ'માં ૯ કર્મચારી ઝપટે

DSO ને કોરોના વળગ્યો

પુરવઠા કચેરીમાં ફફડાટ : આજે સવારે અસર દેખાઇ : ૭ દિ'હોમઆઇસોલેશન

રાજકોટ, તા. ૧૯ :  રાજકોટ જીલ્લા પુરવઠા-અધીકારી શ્રી પ્રશાંત માંગુડાને કોરોના પોઝીટીવ જાહેર થતા તેઓ ૭ દિ' હોમ આઇસોલેશન થયા છે, તેમના કહેવા મુજબ શરીરમાં દુઃખાવો -કળતર જેવું જણાતા-ટેસ્ટ કરાવતા કોરોના પોઝીટીવ જાહેર થયો હતો. પોતાને માઇલ્ડ અસર હોવાનું અને ડોકટરની દવા ચાલુ કરી દેવાયાનું ઉમેર્યુ હતું. દરમિયાન જીલ્લા પુરવઠા અધિકારીને કોરોના વળગતા પુરવઠાના સ્ટાફમાં ફફડાટ ફેલાયો હતો, કચેરી અને ડીએસઓની ચેમ્બર સેનેટાઇઝ કરી દેવાઇ છે. અત્રે એ નોંધનીય છે કે છેલ્લા ૩ દિવસમાં ૯ અધિકારી-કર્મચારીને કોરોના વળગ્યો છે.

(3:31 pm IST)