Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સિવિલ હોસ્‍પિટલના બ્રધર અને મહિલા કોન્‍સ્‍ટેબલ વચ્‍ચે ચડભડઃ રાત્રે માફામાફી બાદ સમાધાન

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલમાં ગઇકાલે અજાણ્‍યા પુરૂષનું મોત નિપજ્‍યું હોઇ તેની કાર્યવાહી માટે ગયેલા પ્ર.નગરના મહિલા કોન્‍સ્‍ટેબલ ઇમર્જન્‍સી વિભાગમાં હતાં ત્‍યારે ફરજ પરના બ્રધર ઇસીજીની પટ્ટી લઇને ચાલીને નીકળતાં મહિલા કોન્‍સ્‍ટેબલને હાથ અડી જતાં બંને વચ્‍ચે ચડભડ થઇ હતી. આ કારણે રાતે હોસ્‍પિટલના નર્સિંગ સ્‍ટાફ બ્રધર્સ મોટી સંખ્‍યામાં ભેગા થઇ ગયા હતાં અને હડતાલ પર જવાની તૈયારી કરી હતી. પરંતુ બાદમાં વાત પ્ર.નગર પોલીસ મથક સુધી પહોંચતા અધિકારીઓએ બંને પક્ષને એકઠા કરતાં માફામાફી થઇ જતાં સમાધાન થઇ ગયું હતું. મહિલા કોન્‍સ્‍ટેબલે બ્રધરને લાફો મારી દીધાનું નર્સિંગ સ્‍ટાફના લોકોનું કહેવું છે. આજે આ મામલે લેખિત અરજી આપવામાં આવશે તેમ જણાવાયું હતું. માથાકુટને કારણે રાતે એકઠા થયેલા સિવિલ હોસ્‍પિટલના નર્સિંગ સ્‍ટાફ બ્રધર્સ જોઇ શકાય છે.


 

(2:34 pm IST)