Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

O.N.G.C. ઓફીસર એસો.ના ઓલ ઇન્ડીયા પ્રમુખ તરીકે વાલજીભાઇ ચાવડાની નિમણુંક

રાજકોટ તા. ૧૯ :.. ભારતના સૌથી મોટા શ્રમ સંગઠન અને સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા ભારતીય મજદૂર સંઘ પ્રેરીત ઓ.એન.જી.સી. ઓફીસર એસોસીએશનનું ઓલ ઇન્ડીયા લેવલનું અધિવેશન તાજેતરમાં મળી ગયું.

જેમાં તમામ પ્રોજેકટના કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ અને અલગ - અલગ એજન્ડા પર ચર્ચા કરવામાં આવેલ જેમાં ખાસ કરીને ભારત સરકારના પબ્લીક - ઓઇલ સેકટરના ડીસ-ઇન્વેશમેન્ટની પોલીસીનો સખ્ત વિરોધ કરવામાં આવેલ.

અંતમાં ઓએનજીસી ઓફીસર એસોસીએશન ના હોદેદારોની ચૂંટણી કરવામાં આવતા રાજકોટના વાલજીભાઇ ચાવડાની ઓ.એન. જી. સી. ઓફીસર એસોસીએશનના ઓલ ઇન્ડીયાના પ્રમુખ તરીકે બીનહરીફ વરણી કરવામાં આવેલ.

શ્રી ચાવડા ભારતીય મજદૂર સંઘના પ્રદેશ તરીકે રહી ચૂકેલ છે અને હાલમાં ભારત સરકારના આઇપીએફઓ બોર્ડમાં બોર્ડ મેમ્બર તરીકે પણ કાર્યરત છે. ભારતીય મજદૂર સંઘમાં છેલ્લા ૩પ વર્ષથી કાર્યરત છે. તેમજ ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં ખૂબ જ ચાહના ધરાવે છે. વાલજીભાઇ ચાવડા (મો. ૯૮રપ૦ ૯પપ૯૯) ની નિયુકિતને ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે, પ્રદેશ પ્રમુખ સહદેવસિંહ જાડેજા, જીલ્લા મંત્રી મુસાભાઇ જોબણ તથા ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશના તમામ કાર્યકર્તાએ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવેલ છે.

(4:04 pm IST)