Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સીતાજી આવાસ યોજનામાં પાણીનાં ધાંધીયા

રાજકોટ :.. શહેરનાં અંબિકા ટાઉન શીપ પાસે આવેલ મ.ન.પા.ના સીતાજી ટાઉનશીપમાં છેલ્લા ઘણા સમયની પાણીના ટેન્કર અનિયમત આવતા હોવાની લતાવાસીઓમાં દેકારો બોલી ગયો હતો. આ અંગે વિસ્તારવાસીઓનાં જણાવ્યા મુજબ સીતાજી ટાઉનશીપમાં રપ૦ ફલેટ ધારકો રહીએ છીએ. અહીં બે દિવસે એકવાર ટેન્કર મારફત પાણી વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ટેન્કરો અનિયમીત આવે છે. જેના કારણે પાણીની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રશ્ને તંત્રને લેખિતમાં રજૂઆત કરવા છતાં સમસ્યા ઉકેલાય નથી. અંગે યોગ્ય કરવા માંગ કરી છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:24 pm IST)
  • ' ખેતી કા ખૂન ' : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુકલેટ લોન્ચ કરી : નવા કૃષિ કાનૂનથી સમગ્ર દેશની ખેતી ઉપર ચારથી પાંચ કોર્પોરેટ ક્ષેત્રોનો કબજો આવી જશે : પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું access_time 8:58 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST

  • ફેરવેલ સ્પીચમાં પત્નીએ ડોનાલ્ડ ટ્રમ્પને અરીસો બતાવ્યોઃ હિંસાને કદી યોગ્ય ગણી ન શકાયઃ હિંસાની ટીકા કરી access_time 4:08 pm IST