Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ગીત ગુર્જરીમાં કાલે પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં નવ્ય જશ, પ્રેમ ધર્માલયનો ઉદ્ઘાટન મહોત્સવ

રાજકોટ તા ૧૯ :  ગીત ગુર્જરી સોસાયટી, એરોડ્રામ વિસ્તારમાં ત્રીસેક વર્ષ પૂર્વે રાજકોટની જુની પેઢીના શ્રાવક અને મોટા સંઘમાં વર્ષો સુધી મંત્રી પદે સેવારત શ્રી કાંતિભાઇ મારફતીયાની  અથાગ મહેમતથી અને પારસમૈયાની અસીમકૃપાથી શ્રી પારસ સ્થાનકવાસી જૈન ટ્રસ્ટની રચના બાદ મકાન લઇને ઉપાશ્રયનું નિર્માણ ત્યારબાદ ઉપરના ભાગે વ્યાખ્યાન હોલ અને ૧૯૯૯ માં પૂ.શ્રી ધીરગુરૂદેવના અનુગ્રહથી નૂતનીકરણ કરવામાં આવેલ.

ટ્રસ્ટી મંડળના શ્રી શિરીષભાઇ બાટવીયા, રાજેનભાઇ બોઘાણી, શશીકાંત વોરા, પ્રફુલભાઇ શેઠ, ઇન્દુભાઇ કોઠારી, મુકુંદભાઇ બાવીસી, વગેરેએ પૂ.શ્રી ધીરગુરૂદેવના વિહારમાં સિલવાસા રજુઆત કરતાં કાર્યનો શુભારંભ થતાં આર્કિટેકટ દિલીપભાઇ પારેખ વગેરે અને નિર્માણ નિયોજક નીલેશભાઇ બાટવીયાની જહેમતથી તેમજ શાસન ચંદ્રિકા, પૂ. હીરાબાઇ મ.સ., શાસનરત્ના પૂ. નર્મદાબાઇ મ.સ. વગેરેની કૃપાથી દાતાઓ લાભાર્થી બન્યા અને આજે લીફટ સહિત ત્રણ મંઝિલનું  સાતાકારી ધર્માલયમ નું તા. ૨૦ ને રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવશે.

નવ્ય સંકુલમાં ડો. પ્રભુદાસભાઇ અને ચંદ્રિકાબેન લાખાણી (અમેરીકા) ધર્માલયમના મુખ્યદાતા છે. (૩.૯)

(3:54 pm IST)