Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

મીલપરામાં ઘોડીપાસાનો જૂગાર રમતાં ૭ પકડાયાઃ ૧ લાખનો મુદ્દામલ કબ્જે

ભકિતનગરના પીએસઆઇ પી.એમ.ધાખડાની બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૧૯: મિલપરા-૨૪માં અમદાવાદ ખમણ નામની દૂકાન સામે ઘોડીપાસાનો જૂગાર રમતાં સાત શખ્સોને ભકિતનગર પોલીસે પકડી લીધા હતાં.

પોલીસે કાદર ઉર્ફ મીઠો મહમદભાઇ પારેખ (ઉ.૬૦-રહે. જામનગર રોડ જકાત નાકા પાસે), સુલેમાન મહમદભાઇ જુણાચ (ઉ.૫૬-જંકશન પ્લોટ-૮/૯), ભરત નરસીભાઇ સોલંકી (ઉ.૬૦-રહે. સોની બજાર, કબીર મંદિર પાસે), મહમદ યુસુફભાઇ સમા (ઉ.૨૧-રહે. બજરંગવાડી મોચીનગર), રમઝાન અલીભાઇ કારવા (ઉ.૨૭-રહે. શાપર શિતળા મંદિર પાસે), ઇમરાન હાસમમિંયા ભાવદીન (ઉ.૩૫-રહે. જામનગર રોડ સંજયનગર-૧) તથા હુશેન જુસબભાઇ લીંગરીયા (ઉ.૬૨-રહે. જંગલેશ્વર-૨૮)ને પકડી લઇ રૂ ૧૦૩૯૦ રોકડા, બે ઓટો રિક્ષા મળી કુલ રૂ ૧,૧૦,૩૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પ્રદિપસિંહ જી. જાડેજાની સુચના અને પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમભાઇ ગમારા, પ્રતાપસિંહ રાણા, કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલા, હિતેષભાઇ અગ્રાવત તથા રાજેશભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ ધાખડાની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

(3:49 pm IST)