Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

નવદીક્ષિત ૩૦ મહાસતીજીઓનો રાજકોટથી વિહાર

 રાજકોટઃ જૈન આગમમાં આવે છે કે, વિહારચર્યા ઇસિણં પસત્થા સાધુઓ માટે વિહારચર્યા શ્રેષ્ઠ છે. માર્ગમાં આવતા ક્ષેત્રોમાં જૈન ધર્મના સિદ્ઘાંતો અને પ્રભુ વચનોની પ્રભાવના કરનારા જૈન સંતો સર્વને સત અને સત્યના માર્ગે વાળે  છે. એ ન્યાયે રાજકોટના રોયલપાર્ક ઉપાશ્રયમાં ૭૫ -૭૫ સંત-સતીજીઓના સમૂહ ચાતુર્માસ બાદ રાષ્ટ્રસંત પૂજય શ્રીના સાંનિધ્યે  રાજકોટની બે દીકરીઓની દીક્ષા બાદ આગામી ચાતુર્માસ કોલકત્ત્।ા હોવાથી આવતીકાલે ધર્મવત્સલ   નટવરલાલ શેઠના નિવાસસ્થાન, રોયલ ઓર્કિડ, ૮/૩ ગીત ગુર્જરી સોસાયટી, એરપોર્ટ રોડથી સવારે ૭ કલાકે વિહાર તપસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી રતિલાલજી  મહારાજ સાહેબના સમાધિ સ્થાન- તપસમ્રાટ તીર્થધામ સાત હનુમાનની સામે, કુવાડવા રોડ થશે.  ડો. પૂ. શ્રી ડોલરબાઈ મ., પૂ. શ્રી પૂર્ણાબાઈ મ.ના સાનિધ્યે સાધ્વીરત્નાઓના વિહારમાં અનેક - અનેક ક્ષેત્રોને તેમની પ્રવચન વાણીનો લાભ મળશે.  ડો. પૂ. શ્રી ડોલરબાઈ મ., પૂ. શ્રી પૂર્ણાબાઈ મ.,પૂ. શ્રી પરમ સૌમ્યાજી મ., પૂ શ્રી પરમ મિત્રાજી મ., પૂ. શ્રી પરમ અનુભૂતિજી મ.,અને પૂ. શ્રી પરમ વિભૂતીજી મ., તા.૨૪ના  ગુરુવારે અમદાવાદના આંગણે પધારવાના ભાવ રાખે છે. પૂ. શ્રી પરમ પવિત્રાજી મ., પૂ. શ્રી પરમ સન્મિત્રાજી  મ.,પૂ. શ્રી પરમ આમન્યાજી મ.,પૂ. શ્રી પરમ ઋષિતાજી મ.,પૂ. શ્રી પરમ જિનવરાજી મ.,પૂ. શ્રી પરમ પ્રભુતાજી મ., પૂ. શ્રી પરમ સાત્વીકાજી મ., અને માત્ર એક મહિનાની  દીક્ષા પર્યાય ધરાવનાર નવદીક્ષિતા પૂજય શ્રી પરમ સ્વમિત્રાજી  મહાસતીજી બરોડાના પારસધામ ક્ષેત્રના ભાવિકોને જિનવાણીનો લાભ આપવાના ભાવ રાખે છે. અન્ય મહાસતીજીઓ કોલકત્ત્।ા તરફ વિહારમાં આગળ વધશે. શેષકાળમાં આવા અનેક -અનેક ક્ષેત્રોનું ખેડાણ કરીને ધર્મભાવનાના બીજ રોપનાર નવદીક્ષિત મહાસતીજીઓ રાષ્ટ્રસંત પૂજય શ્રીની આજ્ઞા અને પ્રેરણાથી નિર્વિઘ્ને શાસન પ્રભાવના કરતા કરતા કોલકત્ત્।ા પધારે તેવી શુભ ભાવના રાજકોટના ભાવિકો વ્યકત કરે છે. વિહારમાં જોડાનાર ભાવિકો ભાવેશભાઈ નટવરલાલ શેઠના નિવાસસ્થાનેથી વિહારમાં જોડાઈ શકે છે. (૪૦.૩)

 

(3:47 pm IST)