Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ઉછીની રકમ લઇને મિત્રે આપેલ ચેક પાછો ફરતા કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા ૧૯ : અત્રેની કોઠારીયા રોડ પર પાનની દુકાન ધરાવતા શખ્સએ મિત્રને  આપેલ હાથ ઉછીના રકમ પેટે આપેલ ૧ લાખ નો ચેક  પરત  ફરતા રાજકોટની કોર્ટમાં ફોજદારી  ફરિયાદ  થયેલ છે.

આકેસની  ટંુંકી વિગત જોઇએ તો  આ કામના  ફરીયાદી  ક્રીપાલસિંહ મહાવીરસિંહ જાડેજા ને આ કામના આરોપી નાસિરભાઇ ગફારભાઇ ટાંક રહે. સુભાષનગર શેરી નં.૭,  રૈયા મેઇન રોડ, રાજકોટવાળા સાથે મિત્રતાનો સબંધ  હોય  નાસિરભાઇને પૈસાની જરૂર પડતાં  નવે-૨૦૧૭ ના રોજ મિત્રતાના દાવ ે ક્રિપાલસિંહે ર,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ૨ લાખ પુરા  ઉછીના  આપેલ જેમાંથી તારીખ ૧૫ ઓકટોબર ૨૦૧૮ સુધીમા  ંએક લાખ પરત આપી દીધેલા જયારે બાકીના ૧ લાખ રૂપિયા ની ચુેકવણી પેટે નાસિરભાઇએ ક્રિપાલસિંહ ને એસબીઆઇ  બેન્કનો ગાયકવાડી  બ્રાન્ચ નો ચેક તા. ૧૬/૧૧/૨૦૧૮ નો  લખી આપેલ હતો.

ફરિયાદી  ક્રિપાલસિંહે ે આ ચેક નિયત તારીખે  બેન્કમાં પોતાના એકાઉન્ટમાં નાખતા બેન્કમાં પુરતા  ફંડના અભાવે વગર વટાવાયે પરત ફરેલ, જેથી પોતાના વકીલ મારફતે લીગલ  ડિમાંડ નોટીશ  મોકલાવેલ, નોટિશનો સમય પુરો થઇ જવા   છતા ં નાસિરભાઇ આ પૈસા ચુકવેલ નહીં કે નોટીશનો જવાબ આપેલ  નહીં  આથી  ક્રિપાલસિંહે એન.એઆઇ. એકટની કલમ ૧૩૮ પ્રમાણે ની ફરીયાદ રાજકોટની કોર્ટમાંદાખલ કરેલ છે.

આ કેસમાં ફરીયાદી ક્રિપાલસિંહ વતી રાજકોટના વકીલ કુલદિપસિંહ જાડેજા, અશોક ચંદપા રોકાયેલ હતા.  (૩.૧૨)

 

(3:43 pm IST)